Abtak Media Google News

ભીષણ આગનાં પગલે ૫૦૦ મકાનો ધવસ્ત: ૪ લોકોનાં નિપજયા મોત

ઓસ્ટ્રેલિયાના પાટનગર અને આસપાસના વિસ્તારમાં દક્ષિણ ભાગમાં આવેલા જંગલમાં લાગેલી આગના કારણે કટોકટી જેવી પરિસ્થિતિક સર્જાઈ ગઈ છે. બેકાબુ આગના દાવાનળથી ૨૦૦૩ બાદ સૌ પ્રથમ વાર સમગ્ર વિસ્તારમાં ફાયર ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. એકજ દિવસમાં ૫૦૦ રહેણાંક મકાનો સંપૂર્ણ પણે નાશ અને ૪ના મૃત્યુ નિપજયાના સતાવાર અહેવાલો મળી રહ્યા છે.

Advertisement

368999

સોમવારે જંગલમાં સેનાના હેલીકોપ્ટરે લેડીંગ વખતે ખરેલા આગના તણખલા અને ભારે ગરમીનાં કારણે લાગેલી આગ જોતજોતામાં ૫૩૦૦૦ એકર વન વિસ્તારમાં એકાએક ફેલાઈ ગઈ હતી. ઈમરજન્સી સર્વીસ મીનીસ્ટર મીકેએ જણાવ્યું હતુ કે રાજયમાં કટોકટી જાહેર કરવામા આવી છે. અને યુધ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. ૨૦૦૩ પછી નો આ દાવાનળ સૌથી ભયંકર છે. આ આગ ત્રણ ભયજનક સ્તર વટાવી ચૂકી છે.

7537D2F3

કેનબેરા અને આસપાસનાં પરા વિસ્તાર અને સંલગ્ન ગામડાઓને સલામત સ્થળે ચાલ્યા જવા માટે તૈયારીઓ કરવાનું જણાવી દેવાયું છે. થાપરા પંથકનાં ગામડાઓનાં રસ્તામઓ બંધ કરી દેવામાં આવ્યા છે. આગના દાવાનળ ભયંકર રીતે આગળ વધી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના દુષ્કાળ પ્રભાવીત દક્ષિણ પૂર્વ વિસ્તારમાં આ આગ વધુ ઘાતક બની ચૂકી છે. સપ્ટેમ્બર મહિના સુધીમાં દક્ષિણવિભાગની આગની ઘટનાઓમાં ૩૩ મૃત્યુ, ૩૦૦૦ મકાનનો નાશ અને ૨૬.૨ મિલિયન એકર જંગલ સાફ થઈ ગયું હતુ. આ આગ ઓસ્ટ્રેલિયાના પાટનગર સાઉથવેલ્થ અને વિકટોરીયાનું તાપમાન વિક્રમી હદે પહોચાડવા નિમિત બની છે.

કેનબેરા વહીવટી તંત્રને અગ્નિગ્રસ્ત વિસ્તારોનાં રસ્તાઓ સંપૂર્ણ બ્લાકે કરી દેવાના ખાસ અધિકારો આપવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.