Abtak Media Google News

વજનમાં હલકા, બ્લાસ્ટ પ્રુફ અને પારદર્શક સિલિન્ડર ભારતીય રસોડામાં ક્રાંતિ લાવશે

કોન્ફીડન્સ પેટ્રોલીયમ ઇન્ડીયા લી. દ્વારા અમદાવાદમાં લોન્ચીંગ બાદ હવે સૌરાષ્ટ્રની જનતા માટે બ્લાસ્ટ પ્રુફ, હળવા વજનવાળા અને અર્ધ પારદર્શક એલ.પી.જી. સીલીન્ડર ગો ગેસ ઇલાઇટની રજુઆત કરી હતી. ભારતીય બજારમાં વિશ્વ કક્ષાની ટેકનોલોજીથી બનાવેલ સંયુકત ગેસ સિલિન્ડઢરની શરુઆત કરવામાં આવી છે. આવનાર સમયમાં આ સિલિન્ડરો ભારતીય રસોડામાં ક્રાંતિ લાવશે.

Advertisement

કોન્ફીડન્સ પેટ્રોલીયમ જુથ એશીયામાં સૌથી મોટી એલપીજી સીલીન્ડર ઉત્પાદક અને એલપીજી બોટલર છે. તે ભારતમાં ૧૩૦ કરતા વધુ ઓટો એલપીજી સ્ટેશન ચલાવે છે. ૫૮ બોટલીંગ પ્લાન્ટ, ભારતમાં ૧૫ સીલીન્ડર  ઉત્પાદન  એકમો ધરાવે છે. ૮૦૦ થી વધુ મજબુત વેપારી નેટવર્ક દ્વારા બ્રાન્ડ ગો ગેસ હેઠળ એલપીજી ગેસ સીલીન્ડર પુરા પાડે છે. આ ગ્રુપ રર રાજયોમાં કમગીરી ધરાવે છે. ગો ગેસ ઇલાઇટ કોમ્પોસિટ ગેસ સીલીન્ડર લોન્ચીંગ સાથે, કંપની આગામી ૩ મહીનામાં ભારતના નાના-મોટા શહેરોમાં તેની હાજરી વિસ્તરણ કરવાની યોજના ધરાવે છે.

આ પ્રસંગે વૈઘએ જણાવ્યું હતું કે આગામી વર્ષોમાં ભારતીય રસોડાને પરિવર્તિત કરવા માટે બંધાયેલા છે. આપણા દેશની વસ્તી આશરે ૧૨૫ કરોડ છે અને આશરે ૭૫ કરોડ લોકો એલપીજી ગ્રાહકો છે જો કે ૭૦ કરોડ લોકોને ખબર નથી કે એલપીજી ગેસ સીલીન્ડરનું તેમના ઘરે આવે છે તેનું કેટલું વજન છે. એ પણ નથી જાણતા  કે બોટલમાં તેમને કેટલો ગેસ મળે છે. અમારા આ સિલિન્ડરો છેલ્લા ૬૫ વર્ષથી વપરાતા લોખંડ બોડી સિલીન્ડર કરતા અલગ છે. સૌ પ્રથમ આ સંયુકત ગેસ સીલીન્ડર વજનમાં અત્યંક હલકા ગેસ છે. જે સરળતાથી બાળકો-સ્ત્રીઓ ઉચકી શકે છે. આ સીલીન્ડર અર્ધપાદર્શક છે. જેના કારણે અંદર કેટલો ગેસ છે તે સરળતાથી જો શકાય છે.

વધુમાં તેઓએ જણાવેલ કે તબીબી વિજ્ઞાનને આધારે ૩૦  કીલોગ્રામ સીલીન્ડરની સંભાળ લેવી મુશ્કેલ છે. કોઇપણ પુ‚ષ કે સ્ત્રી માટે તે ર૩ કિલોગ્રામ વજન ઉપાડવો સલાહભયુ નથી. કારણ કે આટલો વજન ઉપડવાથી સ્પાઇનને નુકશાન પહોંચી શકે છે. વિઘાથીઓ, છાત્રાલયો, હોસ્પિટલો, પીકનીક આઉટડોર પાર્ટી માટે ર અને પ કીલોના કોમ્પોસીટ ગેસ સીલીન્ડર અત્યંત અનુકુળ રહેશે.

તાજેતરમાં વર્ષોમાં દુનિયામાં ઘણા તકનીકી ફેરફારો જવા મળ્યા છે. બ્લેક એન્ડ વ્હાઇટ ટીવીથી એલઇડી ટીવી સુધી એમ્બેસેડર કારથી ન્યુ બી.એમ.ડબલ્યુ  કાર સુધી ડાઇલ ફોન થી સ્માર્ટ ફોન સુધી વિશ્ર્વ નવા વિવિધ ફેરફાર તરફ આગળ વઘ્યું છે. પરંતુ છેલ્લા ૫૦ વષથી ગેસ સીલીન્ડરની ડીઝાઇનમાં ફેરફાર થયો નથી. ગો ગેસ ઇલાઇલ પહેલી વાર ભારતમાં નવીનતમ વિશ્વકક્ષાની ટેકનોલોજી લઇને આવ્યુ છે. આ સીલીન્ડરો ભારત સરકારના વિસ્ફોટક વિભાગના પેટ્રોલીયમ અને વિસ્ફોટકો સુરક્ષા સંગઠન દ્વારા સલામત પ્રમાણીત કરવામાં આવ્યા છે.

આ પત્રકાર પરીષદમાં કોન્ફીડન્સ પેટ્રોલીયમ ઇન્ડીયા પ્રા. લી.ના જનરલ મેનેજર માર્કેટીંગ શેલેન્દ્ર વૈદ્દ, સુમીત ભદ્રા, ટેરેટરી મેનેજર તેજસ દફતરી હાજરી રહી માહીતી આપી હતી. જયારે પત્રકાર પરિષદનું સંચાલન રીઝલ્ટ એટવર્ટાઝીંગ પ્રા.લી. ના ડીરેકટર જીતુ કોઠારી અને મેહુલ દામાણી દ્વારા કરવામાં આવેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.