Abtak Media Google News

શ્રમ-રોજગાર વિભાગના વિવિધ ખાતાઓમાં નવનિયુક્ત ૩૪૦ ઉપરાંત યુવાશક્તિને નિમણૂંક પત્રો વિતરણ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગૌરવ સહ જાહેર કર્યુ છે કે રાજ્યમાં યુવાનોને સરકારી સેવામાં રોજગાર અવસરો મળે તે માટે આ સરકારે ઝડપી અને પારદર્શી ભરતી પ્રક્રિયાથી બે વર્ષમાં ૧ લાખ યુવાનોને રોજગારી આપી છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, ભૂતકાળમાં સરકારી સેવામાં ભરતી-બઢતી-બદલીમાં જે ગેર તૌરતરીકા તથા, મા-બાપ દેવું કરી-દાગીના વેચી પોતાના સંતાનને સરકારી નોકરી અપાવવા લાંચ આપતા તે બધું જ આ સરકારે પારદર્શી ભરતી અને ૠઙજઈ સહિતની સ્પર્ધાત્મક પરિક્ષાઓમાં જડબેસલાક વ્યવસી એક જ ઝાટકે દૂર કરી દીધું છે.

શ્રમ-રોજગાર વિભાગના હવે માત્ર ગુણવત્તા-ક્ષમતા અને મેરિટના આધારે જ નોકરી મળે છે કોઇને પાઇ-પૈસો આપવાની કે કોઇનો ઝભો પકડવાની નોબત આવતી ની એમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.

વિજયભાઇ રૂપાણીએ પોતે રાજ્ય સરકારમાં મંત્રી પદનો પહેલો કાર્યભાર શ્રમ-રોજગારનો સંભાળેલો તેના સ્મરણો તાજાં કરતાં કહ્યું કે, આ એવું સેવા ક્ષેત્ર છે જેમાં ઇમાનદારી-નિષ્ઠાથી કામ કરીને કાર્યસંતોષ અને આત્મસંતોષ બેય મેળવી શકાય છે.

શ્રમ અને રોજગાર મંત્રી  દિલીપકુમાર ઠાકોરે નવનિયુક્તિ પામનાર ૩૪૪ યુવાનોને રાજ્ય સરકાર વતી અભિનંદન પાઠવતાં કહ્યું કે, સરકારી નોકરીના માધ્યમ દ્વારા આપને સેવા કરવાની તક મળી છે ત્યારે શ્રેષ્ઠ કામગીરી કરીને ગુજરાતને સર્વોચ્ચ સ્તરે પહોંચાડશો.

રોજગાર તાલીમ નિયામક સુપ્રીત ગુલાટીએ સ્વાગત પ્રવચન કરતાં કહ્યું કે, દેશના વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્કીલ ડેવલપમેન્ટને પ્રાધાન્ય આપ્યું છે. ત્યારે ગુજરાત પણ આ ક્ષેત્રે અગ્રીમ રહેશે.

આ પ્રસંગે મદદનીશ શ્રમ આયુક્ત વર્ગ-૧, મદદનીશ નિયામક બોયલર વર્ગ-ર, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય અધિકારી વર્ગ-ર, ઇન્સ્પેકટર વર્ગ-ર અને મદદનીશ સ્ટોરકીપર વર્ગ-૩ની વિવિધ કેડરના ૩૪૪ યુવાઓને નિમણૂક પત્રો એનાયત કરાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.