Abtak Media Google News

બજારમાં જઇને ખાવાનો શોખ મોટા ભાગના ગુજરાતીને હોય જ છે! કંઇ ના હોય તો રવિવારે આઇસ્ક્રીમ ખાવાના નામે પણ આપણે લોકો બજારનું ખાઇ લઇએ છીએ. પણ હવે જીએસટી લાગુ પડી ગયો છે જેના કારણે બજારમાં જઇને તમારા ખાવાના શોખ મોંધો બની ગયો છે. ચલો હોટલમાં જઇને ડિનર કે લંચની વાત છોડી પણ દઇએ તો પણ તમારું દુકાનમાં જઇને ખમણ કે રસમલાઇ ખાવું પણ મુશ્કેલ થઇ ગયું છે તેવી સંભાવના જીએસટીના કારણે ઊભી થઇ છે. તો જો તમે પણ બજારમાં જઇને ઊભે ઊભે સમોચા, જલેબી કે ખમણ ઝાપટતા હોવ તો જરા આ ખાસ વાંચજો….

Advertisement

જીએસટીના નિયમ મુજબ જો તમે કાઉન્ટર પર ઊભા રહીને મીઠાઇ ખાવ છો તો મીઠાઇની કિંમત સિવાય તમારી પર 5 ટકા જીએસટી લાગુ પડે છે. ત્યાં જો તમે દુકાનમાં લાગેલી ટેબલ પર બેસીને વેટર જોડે મીઠાઇની એક પ્લેટ મંગાવો છો તો તમને જીએસટી રૂપે 18 ટકાના લેખે બિલ ચૂકવવું પડશે. સાંભળવામાં ભલે મજાક લાગે પણ સરકારની નવી વ્યવસ્થા મુજબ જોવા જઇએ તો આ વાત જ સાચી છે.

જેમ જીએસટી પર અલગ અલગ મિઠાઇ ખાવા માટેના અલગ અલગ નિયમ છે તે મુજબ જ ઢોકળા માટે પણ જીએસટીના દર અલગ છે. જો તમે કાઉન્ટર પરથી જ ઢોકળા કે ખમણ બાંધાવીને જતા રહો છો તો તમને 12 ટકા જીએસટી આપવું પડશે. અને જો તમને મન થયું કે લાવને ગરમા ગરમ ખમણ અને ચટણીને એક-બે પ્લેટ અહીં જ ખાતો લઉં. તો તમારી આ ઇચ્છા માટે તમારે 18 ટકા દરે જીએસટી ચૂકવવો પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.