Abtak Media Google News

દર્શન દર્શનમાં ફેર!!!

અમદાવાદ પોલીસે લોકડાઉનનો ભંગ કરીને મંદિર દેરાસરમાં દર્શને પહોંચેલા આઠ શ્રઘ્ધાળુઓની ધરપકડ કરી

કોરોનાનો હજુ સુધી કોઇ ઇલાજ શોધાયો નથી. પરંતુ આ રોગ સોશ્યલ ડિસ્ટન્ટથી જ ફેલાતો અટકાવી શકાય છે. લોકડાઉનમાં સામાજીક અંતર માટે અનિવાર્ય ગણવામાં આવે છે અને તેના અમલ માટે પોલીસ સઘન સુરક્ષા કરી રહી છે. અમદાવાદમાં પ્રતિબંધ હોવા છતાં મંદિરે ગયેલા આઠ લોકો સામે પોલીસે અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં મંગળવારે અને બુધવારે હિન્દુ મંદિરો અને જૈન દેરાસરોના દર્શને ગયેલા આઠ ભાવિકો સામે અલગ અલગ બનાવોમાં પોલીસે ગુન્હો નોંઘ્યો હતો. બુધવારે રાત્રે નોંધાયેલા પ્રથમ બનાવમાં નાઇટ પેટ્રોલીંગ ટીમે પોલીસ ક્ધટ્રોલ રુમમાંથી નવરંગપુરા વિસ્તારમાં આવેલા જૈન દેરાસરની બહાર ભેગા થયેલા લોકોના ટોળાના કુટેજ મળતા આ કાર્યવાહીમાં લોકડાઉનના જાહેરનામાનો ભંગ કરવા સબબ જૈન દેરાસર બહાર ભેગા થયેલા ચાર વ્યકિતઓ સામે ગુનો નોંઘ્યો હતો. અને તેમની ઓળખ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી.

ગુરૂવારે નવરંગપુરા પોલીસ ટીમે ડ્રોન ઉડાડીને લોક ડાઉન નિયમ ભંગ કિસ્સાઓની તલાસ હાથ ધરતાં મીઠાખરી વિસ્તારમાં ગુરુવારે પોણા  બાર વાગે સોમનાથ મહાદેવ નજીક ચાર લોકોને ભેગા થયેલા જોતા તાત્કાલીક ચાર વ્યકિતઓની સોશ્યલ ડિસ્ટન્ટ ન જાળવી જાહેરનામાનું ભંગ કરી ઘરમાંથી બહાર નીકળવા બદલ ઝડપી લીધા હતા. ઝડપાયેલા ચારમાંથી બે ૬૦ વરસના વૃઘ્ધો મીઠાખળીના હતા પોલીસે તેમના વિરુઘ્ધ જાહેરનામાના ભંગનો ગુનો નોંઘ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.