Abtak Media Google News

ઘરના પાર્કિંગ પાસે એક શખ્સ રૂ.35 હજારના ચેઇનની જોટ મારી ફરાર: સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ

શહેરના આમ્રપાલી ફાટક પાસેના વિસ્તારમાં સાંજે યોગા કરવા ગયેલા વૃદ્ધાના ગળામાંથી સોનાના ચેનની ચીલ ઝડપ થયાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે ઘરના પાર્કિંગ પાસે જ એક શખ્સે વૃદ્ધાના ગળામાંથી રૂ.35,000ના ચેનની જોટ મારી ફરાર થઈ જતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથધરી છે.આ અંગેની પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ આમ્રપાલી ફાટક પાસે શ્રેયસ સોસાયટીમાં રહેતા સમીરભાઈ રજનીકાંતભાઈ ભોજાણીએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે જણાવ્યા મુજબ તેમની માતા ભગવતીબેન ગઈકાલે સાંજે ગીત ગુજરી સોસાયટીમાં રાબેતા મુજબ માતાજીના યોગા કરીને પાડોશી સાથે પરત ફરી રહ્યા હતા ત્યારે ઘરના પાર્કિંગ પાસે જ એક શખ્સે વૃદ્ધાના ગળામાં ચોટ મારી સોનાનો ચેન ની ચીલ ઝડપ કરીને ફરાર થઈ ગયો હતો.

અજાણ્યા શખ્સે ભગવતીબેન ના ગળામાં ચોટ મારતા જ સોનાનું પેડલ પડી ગયું હતું પરંતુ રૂ.35,000નો ચેન લઈને સમડી ફરાર થઈ ગઈ હતી. ભગવતીબેનના જણાવ્યા મુજબ આરોપીએ લાલ કલરનું ટીશર્ટ પહેર્યું હતું. ગાંધીગ્રામ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સલીમભાઇ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.