Abtak Media Google News

કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ પણ ઉછળી રૂ.૭૨ની ઉપર ગયા હતા. આના પગલે ઘરઆંગણે કિંમતી ધાતુઓની આયાત પડતર ઉંચકાતાં ભાવ ઉછળતા રહ્યા હતા. અમદાવાદ બજારમાં આજે સોના સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૦૦૦ ઉછળી ૯૯.૫૦ના રૂ.૩૯૮૫૦ તથા ૯૯.૯૦ના રૂ.૪૦૦૦૦ બોલાતા તેજીનો નવો ઈતિહાસ સર્જાયો હતો.

અમદાવાદ બજારમાં આજે ચાંદીના ભાવ પણ કિલોના વધુ રૂ.૧૨૦૦ ઉછળી રૂ.૪૫૦૦૦ વટાવી રૂ.૪૫૭૦૦ બોલાયા હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના ઉંચામાં ૧૫૫૫.૭૦ ડોલર થઈ સાંજે ભાવ ૧૫૨૫.૪૦ ડોલર થઈ ૧૫૩૧.૧૦ ડોલર રહ્યા હતા. દરમિયાન મુંબઈ ઝવેરી બજારમાં આજે જીએસટી વગર સોનાના ભાવ ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૂ.૩૮૨૨૫ વાળા ૩૮૮૦૪ થઈ રૂ.૩૮૫૬૦ બંધ રહ્યા હતા.

જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૩૮૩૭૫ વાળા રૂ.૩૮૯૬૦ થઈ રૂ.૩૮૭૧૫ બંધ રહ્યા હતા. જ્યારે જીએસટી સાથેના ભાવ ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, મુંબઈ બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના ૯૯૯ના જીએસટી વગર રૂ.૪૪૪૦૦ વાળા રૂ.૪૫૩૩૦ થઈ ૪૫૨૧૫ બંધ રહ્યા હતા. જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.