Abtak Media Google News

રાજકોટમાં નવી જીઆઇડીસી બનશે: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કોઠારિયા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ: રૂ. ૧૫૪ કરોડનાં કામોનું ખાતમુહૂર્ત અને રૂ. ૬પ કરોડનાં કામોનું લોકાર્પણ: લાર્ભાર્થીઓને યુ.એલ.સી. સનદનું વિતરણ: રાજકોટ જિલ્લાની  વિકાસની વાટીકા પુસ્તિકાનું વિમોચન

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ શહેરની જનતાને ‚ા. ૧૮૪ કરોડના વિકાસ કામોની ભેટ ધરી છે. તેમણે રાજકોટ શહેરમાં નિર્માણ પામનારા એરપોર્ટ સમા આઇકોનિક બસપોર્ટનું ખાતમુહૂર્ત, કોઠારિયા ખાતે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ભૂગર્ભ ગટર, આઇટીઆઇમાં નવા વર્કશોપ, ીયરી રૂમ તા જિલ્લા નોંધણી ભવનનું લોકાર્પણ કર્યું હતું. તેમણે જનશક્તિની આકાંક્ષાઓ અને નેતૃત્વની પ્રબળ ઇચ્છાશક્તિના સમન્વયી રાજ્યના છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચાડવાનું આહ્વાન કર્યું હતું.

મુખ્યમંત્રી ‚પાણીએ કહ્યું કે રાજ્યના ગામડા અને શહેરોમાં સંતુલિત રીતે વિકાસ કરવામાં આવી રહ્યો છે. લોકોને જરૂરી હોય તેવી સુવિધાઓ જનતામાંી માંગણી ઉઠે એ પૂર્વે જ આપવામાં આવી રહી છે. ભૌતિક સુખસવલતોની બાબતમાં ગામડાઓ અને શહેરો હવે સમાન બનવા લાગ્યા છે.

‘અબતક’ સાથે ખાસ વાતચીત દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીએ જણાવ્યું હતું કે, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવતા કોઠારિયાની અનેક સોસાયટીઓને ડ્રેનેજની સુવિધા મળતી થશે.

રાજકોટ અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પાણી પાણી પુરવઠા અને સિંચાઇના કામો ઉપર પ્રકાશ પારતા મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા દૂરદરાજના ગામો સુધી પીવાનું પાણી પહોંચે તે માટે સૌની યોજનાનું કામ તીવ્ર ગતિી ઉપાડ્યું છે. રાજકોટમાં તો પાણીની સમસ્યા હવે ભૂતકાળ બની ગઇ છે. છેલ્લા બે વર્ષી રાજકોટમાં પૂરતો વરસાદ પડ્યો ની. છતાં, નર્મદા આધારિત યોજનાી રાજકોટ શહેરને પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે. તેમણે રાજકોટ શહેરને પ્રતિદિન ૨૦ મિનિટ સુધી પાણી મળશે, તેવું આશ્વાસન પણ ઉચ્ચાર્યું હતું.

આગામી જૂન માસ સુધીમાં રાજકોટના હદય સમા આજી ડેમમાં નર્મદા મૈયાના પાણી રૂમઝૂમ કરતા આવી રહ્યા છે. નરેન્દ્રભાઇની દીર્ઘદ્રષ્ટિના પરિણામે નર્મદા આધારિત પાણી યોજનાનું વિશાળ નેટવર્ક કાર્યરત ઇ ગયું છે. હવે, પીવાના પાણીની સમસ્યા ભૂતકાળ બની ગઇ છે.

આ વખતે જૂન માસમાં આજી ડેમ નર્મદાના પાણીી છલકાય જશે અને સાતમઆઠમનો તહેવાર આનંદ તા ઉત્સાહપૂર્વક મનાવાશે, રાજકોટ શહેરમાં પાણીની સમસ્યા હતી, એક રેસકોર્સ હતું, વિસ્તારો જૂના હતા. તેના સને હવે નવું રેસકોર્સ નિર્માણ વા જઇ રહ્યું છે. એક નવી જીઆઇડીસી પણ બનશે. રાજકોટને એઇમ્સ મળે એના સંજોગો પણ ઉજળા છે. આમ, રાજકોટ માટે સોનેરી દિવસો આવી ગયા છે. રાજ્યના વરિષ્ઠ નાગરિકો માટે યાત્રા માટે શરૂ કરવામાં આવેલી યોજનાની માહિતી આપતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે બે દિવસ અને એક રાતની એસ.ટી.ના માધ્યમી તી યાત્રાને રાજ્ય સરકાર દ્વારા પ૦ ટકા ક્ધસેશન આપવામાં આવશે. મુખ્યમંત્રીએ રાજ્યમાં ગૌવંશ હત્યા પ્રતિબંધ અને નશાબંધીના કાયદાની ભૂમિકા પણ સમજાવી હતી.

રાજયકક્ષાનાં વાહન વ્યવહાર મંત્રી વલ્લભભાઇ કાકડીયાએ ઉદબોધનમાં જણાવ્યુ હતુ કે,રાજય સરકારે એસ.ટી.નિગમને ર૦૦પ ી ૧૪ હજાર બસો આપી છે. શ્રી વિજયભાઇનાં નેતૃત્વમાં સરકાર હવે પ્રતિવર્ષ ૧૬૦૦ બસો આપવામાં આવી છે. વર્તમાન સમયે પ્રવાસી નાગરિકોની સુવિધા માટે એસ.ટી. દ્વારા ૭૨૦૦ બસો દોડાવવામાં આવી રહી છે. પ્રતિદિન ૨૩ લાખ લોકો પ્રવાસ માટે એસ.ટી.ની સેવાનો લાભ લે છે.

મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાયે જણાવ્યુ હતુ કે, રાજય સરકારે રાજકોટ શહેરને પુરતુ પાણી આપીને પાણી સમસ્યામાંી કાયમી છૂટકારો અપાવ્યો છે. રાજકોટ શહેરનો સમતોલ વિકાસ ઇ રહ્યો છે. નવા ભળેલા વિસ્તારોમાં જરૂરી તમામ ભૌતિક સુવિધાઓ ઉપલબધ્ધ કરાવવામાં આવી છે.

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રકાશિત અને પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ દ્વારા સંપાદિત વિકાસ વાટીકા પુસ્તિકાનું વિમોચન મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે લાર્ભાીઓને મુખ્યમંત્રીનાં હસ્તે યુ.એલ.સી. સનદનું વિતરણ કરવામાં આવ્યુ હતું.

મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીનું કોઠારીયા ગ્રામ પંચાયતનાં હોદેદારો તા રાજકોટ વકિલ મંડળ તા વિવિધ સંગઠનો, સંસઓ દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતું.

સમારોહમાં સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય સર્વ ગોવિંદભાઇ પટેલ, શ્રીમતી ભાનુબેન બાબરીયા, બાવનજીભાઇ મેતલીયા, બોર્ડનાં અધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરી, અગ્રણી સર્વ કમલેશભાઇ મીરાણી, રાજુભાઇ ધ્રુવ, નીતીનભાઇ ભારદ્વાજ, રાજુભાઇ ધ્રુવ, બીપીનભાઇ દવે, નાયબ મેયર ડો. દર્શીતાબેન શાહ, ટ્રાન્સપોર્ટ કમીશનર વિપુલ મિત્રા, ઉપાધ્યક્ષ અને વહિવટી સંચાલક, ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમનાં વિજય નહેરા, કમિશનરશ્રી બંછાનિધિ પાની, પી.જી.વી.સી.એલ.નાં એમ.ડી. સુાર, જિલ્લાનાં પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, મહાનુભાવો તા વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્તિ રહયા હતા. સ્વાગત પ્રવચન જિલ્લા કલેકટર વિક્રાંત પાંડેએ અને આભાર વિધિ એસ.ટી. વિભાગનાં જનરલ મેનેજર એસ.કે. પ્રજાપતિએ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.