Abtak Media Google News

રાજકોટમાં સમસ્ત જૈન સમાજ દ્વારા આજથી બે દિવસ માટે મહાવીર સ્વામીની ૨૫૪૩મી જન્મ જયંતિની ઉજવણીનો ભવ્યારંભ કરવામાં આવ્યો છે. સ્થાનકવાસી મોટા સંઘ દ્વારા આજે સવારે પરંપરાગત પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા ત્રિકોણબાગથી વિરાણી પૌષધ સુધી પ્રભાત ફેરીમાં બહોળી સંખ્યામાં જૈન અગ્રણીઓ જોડાયા હતા આ તકે ‘અબતક’ના મેનેજીંગ ડિરેકટર અને જૈન અગ્રણી સતિષભાઈ મહેતા, ઈશ્ર્વરભાઈ દોશી, જયોતીન્દ્રભાઈ મહેતા, ચંદ્રકાંતભાઈ શેઠ, પ્રવિણભાઈ કોઠારી, અનીમેષભાઈ રૂપાણી, હરેશભાઈ વોરા, મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ભાનુબેન બાબરીયા, ઈન્દ્રનીલભાઈ રાજયગુ‚, ગુજરાત મ્યુનિસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ડે. મેયર દર્શીતાબેન શાહ, શહેરભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, પૂર્વ પ્રમુખ નીતીનભાઈ ભારદ્વાજ, પ્રવાસન નિગમના ડીરેકટર માંધાતાસિંહ જાડેજા, ધનસુખભાઈ વોરા, નિલેશભાઈ શાહ, જીતુભાઈ કોઠારી, સુજીતભાઈ ઉદાણી, પીયુષભાઈ મહેતા, કિશોરભાઈ કોરડીયા, મયુરભાઈ શાહ, રસીકભાઈ પારેખ, સીપી દલાલ અને ડોલરભાઈ કોઠારી ઉપસ્થિત રહ્યા હતા. આ પાવન અવસરે સુશાંત મુની મહારાજ સાહેબે ધર્મ પ્રવચન પણ કર્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.