Abtak Media Google News

કોરોનાની બીજી લહેરમાંથી આપણે સૌ પસાર થઇ ચુક્યા છીએ અને આ અતિ ભયંકર પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે સરકાર દ્વારા અવિરત પ્રયાસો કરવામાં આવેલ છે. તેમજ આ મહામારીને કાબૂમાં લેવા માટે સરકાર દ્વારા અગાઉ સતત 15 દિવસથી આંશિક લોકડાઉન લાગુ કરાયેલ હતું જેમાં મહદઅંશે સફળતા પણ મળેલ છે. જે બદલ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અભિનંદન પાઠવે છે.

અગાઉના આંશિક લોકડાઉન દરમ્યાન નાના વેપારીઓની દુકાનો બંધ હોવાથી તેઓના વેપાર-ધંધા ઉપર ખૂબ જ ગંભીર અસર પડેલ છે. જેના કારણે નાના વેપારીઓની હાલત ખૂબ જ કથળી ગયેલ છે. હાલના આંશિક લોકડાઉનમાં સરકાર દ્વારા સવારના 9થી બપોરના 3 વાગ્યા સુધી વેપાર-ધંધા ચાલુ રાખવાની છૂટ આપેલ છે. પરંતુ આ સમયગાળો નાનો વેપારીઓ માટે ખૂબ જ ઓછો હોય કે જેથી ટ્રાફીક થવાના કારણે સોશિયલ ડીસ્ટન્સ સંપૂર્ણ પાલન થતું નથી. તેમજ વેપારમાં પારાવાર નુકશાન પણ થઇ રહ્યું છે. હાલ સરકાર તથા પ્રશાસનની ઉમદા કામગીરી થકી શહેરમાં કોરોના મહામારીનું સંકટ ખૂબ જ હળવું બની ગયેલ છે અને માંગણીને ધ્યાનમાં રાખી વેપારીઓ મુક્તમને ધંધો કરી શકે અને આર્થિક મંદીમાંથી બહાર નીકળે તે માટે તમામ વેપારીઓની દુકાનો સવારના 8.00 થી સાંજના 8.00 વાગ્યા સુધી ચાલુ રાખવાની છૂટ આપવી.

સાથોસાથ શહેરના ઘણા ઔદ્યોગીક એકમોમાં પરપ્રાંતીય મજૂરો વતન જતા રહ્યાં છે. જેના કારણે સ્થાનિક કામદારોથી કામ લઇ ઉત્પાદનની પ્રક્રિયા કરવી પડે છે. તેમજ ઘણાં ઔદ્યોગીક એકમોની ઉત્પાદન પ્રક્રિયા ત્રણ શિફ્ટમાં ચાલતી હોય છે

ત્યારે ત્યાંના કર્મચારીઓ અને મજુરોને રાત્રી કર્ફ્યુના સમય દરમ્યાન ઘણી મુશ્કેલી પડી રહી છે. વધુમાં હોટેલ રેસ્ટોરેન્ટ અને ખાણીપીણીના ધંધાર્થીઓ પણ રાત્રી કર્ફ્યુના કારણે પોતાના ધંધામાં ખૂબ જ મોટું આર્થિક નુકશાન ભોગવી રહ્યાં છે.

તેથી શહેરમાં કર્ફ્યુનો સમય રાત્રીના 11.00 થી સવારના 6.00 વાગ્યા સુધી કરવો. તેમજ આવનારા સમયમાં કોરોનાની ત્રીજી લહેરથી તમામ લોકો સુરક્ષીત અને સલામત રહે તે માટે વેક્સીનેશન આપવાની કામગીરી ઝડપથી વધારવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

એન્જી. એસો. દ્વારા પણ સમયમાં છૂટછાટની માંગ સાથે સી.એમ.ને રજૂઆત

રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશન દ્વારા ઉઘોગ-વેપારને પૂર્વવત ધબકતું કરવા અને અર્થતંત્રમાં ફરીથી તેજી લાવવા માટે લોકડાઉનમાં છુટછાટ આપવા અંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને મુખ્ય બે મહત્વના સુચન અંગે છુટછાટ આપવા પ્રમુખ પરેશ વાસાણીએ રજુઆત કરેલ જેમાં લોકડાઉન સમયમાં સુધારો કરવા હાલ રાજકોટમાં કોવિડના પોઝિટીવ કેસોનો આંક એકદમ ઓછો થઇ જતા તેમજ સંક્રમણ એકદમ ઓછું થતા હાલ સરકારનો 4 થી જુન સુધીનો જે આદેશ લાગુ છે જેને લીધી જે વેપાર વ્યવસાયમાટે સવારના 9 થી બપોરના 3 સુધી દુકાનો ખુલ્લી રાખવાનો બદલે લોકડાઉન સમય સવારના 8 થી રાત્રીના 8 સુધી કરવો. તેમજ હાલ કરફયુનો સમય સાંજે 9 થી સવારે 6 વાગ્યા સુધી નો છે જેને કારણે ઉઘોગોના કામદારોને ઘરે પહોચવા પુરતો સમય રહેતો નથી તેમજ બહારના કામદારો જતા રહેલ તેની જગ્યાએ ઓછા કારીગર દ્વારા ફેટકરી ચલાવવી પડતા ઉત્પાદન પણ ઓછું લઇ શકાય છે. ત્રણ પાળીમાં ચાલતા એકમોના કામદારોને ઘરે પરત જવામાં પણ મુશ્કેલી પડતી હોય છે.

વેકસીન ઝડપી થાય તે માટે પ્રયાસ કરવા અંગે કોવિડ મહામારીનું જો કોઇ શસ્ત્ર હોય તો તે વેકસીન છે. આ વેકસીનમાં ઝડપ લાવવા માટે રાજકોટ એન્જીનીયરીંગ એસો. હરહમેશ માટે સરકારની પડખે છે. રાજકોટના કોઇપણ ઔઘોગિક વિસ્તારમાં વેકસીનેશન કેમ્પ માટે સઁપૂર્ણ સહયોગ આપશે.

તેમ રાજકોટ એન્જી. એસો.ના હોદેદારો પરેશ વસાણી, પ્રમુખ નરેન્દ્ર પાંચાણી, માનદ મંત્રી તથા યશ રાઠોડ, ઉપપ્રમુખની યાદી જણાવવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.