Abtak Media Google News

ગુજરાત રાજય સ્થાપના દિન નિમિતે ‘ગાતા રહે મેરા દિલ’ શાનદાર સંગીત સંઘ્યાનું કોર્પોરેશન દ્વારા આયોજન: કલાકારો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

રાજકોટ મહાનગરપાલીકા દ્વારા વર્ષભર જુદા જુદા અનેકવિધ સાંસ્કૃતિક રમત ગમત, ગીત-સંગીત તથા અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેને લોકો મન ભરીને માણે છે તદનુસાર આગામી આજે ગુજરાત રાજય સ્થાપના દિનની ઉજવણી અંતર્ગત રાજકોટની સંગીત કલાપે્રમી જનતા માટે રાજકોટ મહાનગરપાલીકા તરફથી કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન ખાતે રુપ તેરા મસ્તાના, દેખાના હાયરે સોચાના, એ મેરે વતન કે લોગો જરા આંખો મે ભરલો પાણી, દિલ કે જરુખે મેં તુજકો બીઠાકે, એ ચાંદસા રોશન ચેહરા, તુમ જો મિલ ગયે હો, આગેભી જાનેના તું યે રાતે યે મોસમ નદી કા કિનારા, જય જય શિવશંકર, તુમ આ ગયે હો, તેરે ઘર કે સામને એક ઘર બનાઉંગા, જેવા લોકપ્રિય ગીનોનો કાર્યક્રમ આજે રાત્રે યોજવામાં આવેલ છે.

તેમ અબતકની શુભેચ્વા મુલાકાતે આવેલા સમાજ કલ્યાણ સમીતીના ચેરમેન જયમીન ઠાકર તથા કલાકારોએ જણાવ્યું છે.

આ કાર્યક્રમમાં ગુજરાત રાજયના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમ ખુલ્લો મુકાશે અઘ્યક્ષસ્થાને મેયર ડો. જૈમન ઉપાઘ્યાય ઉ૫સ્થિત રહેશે. પ્રેરણાદાયી ઉપસ્થિતિ તરીકે પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઇ કુંડારીયા, રાજયના પૂર્વ ઉજા મંત્રી ગોવિદભાઇ પટેલ, ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી ઉપસ્થિત રહેશે. મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પૂવ સ્ટે. કમીટી ચેરમેન નીતીનભાઇ ભારદ્વાજ, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઇ વસોયા, ડે.મેયર દર્શીતાબેન શાહ, રાજકોટ નાગરીક બેંક ચેરમેન નલીનભાઇ વસા, વિજય કોમ. કો.ઓપ. ચેરમેન દમયંતીબેન

દવે, જીવન કોમ. બેંક એમ.ડી. નરેન્દ્રસિંહ જાડેજા, ધરતી કો.ઓપ. ચેરમેન રાજુભાઇ ભંડેરી, પીપલ્સ કો.ઓપ. બેંક ચેરમેન શામજીભાઇ ખુંટ તથા અતીથીવિશેષ તરીકે શાશક પક્ષ નેતા અરવિંદભાઇ રેયાણી, વિપક્ષ નેતા વશરામભાઇ સાગઠીયા, દંડક રાજુભાઇ અધેરા ઉ૫સ્થિત રહેશે.

વધુમાં જણાવતા સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પુષ્કર પટેલ અને સમાજ કલ્યાણ સમીતી ચેરમેન જયમીન ઠાકર વધુમાં જણાવે છે કે કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન (રેસકોર્સ) ખાતે કાર્યક્રમનો પ્રારંભ થશે અને જુના નવા ફિલ્મી ગીતોની રમઝટ બોલાવાશે તથા દેશના ખ્યાતનામ ગાયકો દ્વારા ગાતા રહે મેરા દિલ કાર્યક્રમને ચાર ચાંદ લગાવશે. સીનીયર સીટીજનો માટે અલગ બેઠક વ્યવસ્થા ખુરશી સાથે કરાશે. સંગીતમય શામ રાજકોટના સંગીત પ્રેમી શ્રોતાઓને હાર્દિક નિમંત્રણપાઠવતા આધુનીક અને સંપૂર્ણ આયોજન રાજકોટની જનતા સમક્ષ મુકીએ છીએ તેમ જણાવેલ છે.આ કાર્યક્રમમાં દેશના ખ્યાતનામ સિંગરો સુપ્રસિઘ્ધ બોલીવુડના મ્યુઝીક ડાયરેકટર સંદીપ ક્રિશ્ર્વન અનીલ બાજપાઇ, આનંદ વિનોદ, વિભાકરી યાદવ, સુરોજીત ગુહા, પામેલા જૈન તથા એન્કર પરીશી વર્મા પોતાના સંગીતથી રાજકોટની જનતાને મનોરંજન પીરસશે. આ સમગ્ર આયોજનમાં અઘતન જીબીએલ ની સાઉન્ડ સીસ્ટમ અને અઘ્યતન એઇડી સ્ક્રીનો લાગવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.