Abtak Media Google News

મ્યુનિ. કમિશનરે સિટી એન્જિનિયર અને ચિફ એકાઉન્ટન્ટ માટે એક-એક નામ જ મોકલ્યા: ઓફિસર્સ સિલેકશન કમિટીએ તમામ ઉમેદવારોને બોલાવવાનો નિર્ણય લીધો: ટકોરા મારી અધિકારીઓની પસંદગી કરાશે

રાજકોટ મહાનગરપાલિકામાં ખાલી પડેલી સિટી એન્જીનીયર (સ્પેશ્યલ) અને ચિફ એકાઉન્ટન્ટની ખાલી પડેલી જગ્યા પર માટે તાજેતરમાં મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાની દ્વારા ઈન્ટરવ્યું પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સિટી એજન્જીનીયરની ભરતીમાં ગમતાને ગુલાલ કરવાનો ખેલ ચોપટ થઈ ગયો છે. બન્ને જગ્યાઓ માટે કમિશનર દ્વારા ઓફિસર સિલેકશન કમિટી સમક્ષ માત્ર એક-એક નામ જ મોકલવામાં આવ્યા હતા. દરમિયાન મેયર ડો.જૈમન ઉપાધ્યાયે આગામી ગુરૂવારે મળનારી ઓફિસર સિલેકશનની કમીટીમાં સિટી એન્જીનીયર અને ચિફ એકાઉન્ટન્ટની જગ્યા ભરવા માટે ઈન્ટરવ્યુ આપનાર તમામ ઉમેદવારોને બોલાવવાનો નિર્ણય લીધો છે.

Advertisement

આ અંગે વધુ માહિતી આપતા મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, આગામી ગુ‚વારે સવારે ૧૦ કલાકે મહાપાલિકાની ઓફિસર સિલેકશન કમિટીની એક બેઠક મળશે જેમાં મેયર, ડે.મેયર, સ્ટે.કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને વિરોધ પક્ષના નેતા એમ કુલ પાંચ સભ્યો સિટી એન્જીનીયર સ્પેશ્યલ અને ચિફ એકાઉન્ટન્ટની જગ્યા ભરવા માટે ઉમેદવારની પસંદગી કરવાની પ્રક્રિયા હાથ ધરશે. મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાની દ્વારા સિટી એન્જીનીયર સ્પેશ્યલ માટે જયેશભાઈ દેવજીભાઈ કુકડીયા અને ચિફ એકાઉન્ટન માટે અમીતકુમાર લલીતભાઈ સવજીયાણી એમ બે નામો મોકલયા છે.

દરમિયાન ઓફિસર સિલેકશન કમિટી દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે કમિશનરે મોકલેલા નામોને મંજૂરીની મહોર મારી દેવાના બદલે ઈન્ટરવ્યુ આપનાર તમામ ઉમેદવારોને બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉમેદવારોનું ૫૦ માર્કનું પેપર લેવામાં આવશે જેમાં પાંચેય પદાધિકારીઓ ૧૦-૧૦ માર્કસમાંી ઉમેદવારને માર્કસ આપી શકશે. ટૂંકમાં ટકોરો મારીને સિટી એન્જીનીયર અને ચિફ એકાઉન્ટન્ટની ભરતી પ્રક્રિયા હા ધરવામાં આવશે. સિટી એન્જીનીયર સ્પેશ્યલની જગ્યા માટે મનોજકુમાર રામપ્રકાશ શ્રીવાસ્તવ, પરેશ ધિરેન્દ્રકુમાર અઢીયા, રાકેશકુમાર અરવિંદભાઈ ભલાણી, હા‚ન ઉમરભાઈ દોઢીયા, ભુપેન્દ્રસિંહ કિરીટસિંહ પરમાર, વિરેન્દ્રકુમાર વી.પટેલ, જયેશભાઈ દેવજીભાઈ કુકડીયા, પરસોતમભાઈ અમરશીભાઈ સોલંકી, જય મહેન્દ્રકુમાર ઉપાધ્યાય, ભરતકુમાર મનુભાઈ ગોલાણીયા, યતીનકુમાર મહેન્દ્રભાઈ વંકાણી, સંજીવકુમાર એસ ગુપ્તા અને વસંત કાનજીભાઈ સિંગલે ઈન્ટરવ્યુ આપ્યા હતા.

જયારે ચિફ એકાઉન્ટન્ટની જગ્યા માટે જાગૃતિ સંદિપસિંહ ઝાલા, હાર્દિક અશોકભાઈ માયાણી, વરૂણ ભરતભાઈ સોમૈયા, મિતેશ રમણીકભાઈ સુરેલીયા, દેવાંગ રાઘવજીભાઈ વાઘેલા, અમિતકુમાર લલીતભાઈ સવજીયાણી, દિનેશકુમાર મોહનભાઈ જેઠવા, અજય કાનજીભાઈ તન્ના, ધર્મેશ ઉમેશભાઈ ચૌહાણ, જગદીશકુમાર જાદવજીભાઈ મોરી અને પુનમ મોહિતકુમાર પઢારીયાએ ઈન્ટરવ્યુ આપ્યા છે. કમિશનરે સુચવેલા બે નામોના બદલે તમામ ઉમેદવારોને બોલાવવાનો ઓફિસર સિલેકશન કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.