Abtak Media Google News

રહેણાંક વિસ્તારમાં ખડકી દેવાયેલા દબાણ નાગરિકો માટે બન્યાં પરેશાનીનું કારણ

ગોંડલ રૂપાવટી રોડ ઉપર આવેલ ન્યુ અમન સોસાયટી પાસેની પાસે રહેણાંક વિસ્તારમાં ખરાબાની જગ્યા ઉપર 250 ફુટ લાંબી અને 8 ફુટ ઉંચાઈ વાળી ફોલ્ડીંગ  દિવાલી બનાવી સીમેન્ટ ઉધોગ નુ કારખાનું ધમધમી રહ્યું છે. રહેણાંક વિસ્તારમાં અનેક સમસ્યાઓ ઉભી થાય છે જે ગેરકાયદેસર કારખાનું બંધ કરી જગ્યા ખુલ્લી કરવા મુખ્યમંત્રી સહિત ઉચ્ચકક્ષાએ લેખિતમાં રજૂઆત કરવામાં આવી.

છેગોંડલ જીલાની પાકે રૂપાવટી રોડ ન્યૂ અમન સોસાયટી પાસે રહેતા રફાઈ ખેરૂનબેન જુમાશાએ મુખ્યમંત્રી સહિતનાને લેખીત રજુઆત કરી જણાવ્યું છે કે ગોડલમા રહેણાંક હેતુ માટે  રે.સર્વે નં. 206/1 પૈકી -2, ની જમીન ચો.મી.5564-00 જમીન બીનખેતી થયેલ છે જમીન ની દક્ષિણ દિશાએ લાગુ ખરાબો સર્વે નં.203 ની જમીન આશરે 1200 ચો.વાર સરકારી ખરાબાની જમીન પડેલી હોય તે જમીનમાં ગેરકાયદેસર રીતે ફોલ્ડીંગ દિવાલ ઉભી કરી સીમેન્ટ ઉધોગ નું કારખાનું દબાણ કરીને ઉભું કરી દેવામાં આવ્યું છે. જેથી કારખાનામાં ચાલતી મશીનરીના કારણે રહેણાંક મકાનમાં નુકશાન થાય છે જેથી આ કારખાનું તાત્કાલિક ધોરણે બંધ કરાવી દબાણ ખુલ્લું કરવા અન્યથા હીજરત કરવાની મંજૂરી આપવા રજૂઆતમાં જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.