Abtak Media Google News

રાજકોટના નિષ્ણાંત તબીબો સેવા આપશે: પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા સેવાકીય કાર્ય

,Gondal ,MLA ,Gitaba ,MedicalCamp ,Gujaratગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના સુપુત્ર અને યુવા ભાજપ અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ જયરાજસિંહ જાડેજાના તા.1લી જાન્યુઆરી જન્મ દિવસથી મેડીકેર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા ફ્રી નિદાન   કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ કેમ્પ તા.31 જાન્યુઆરી સુધી કેમ્પનો લાભ લેવા અને નિષ્ણાંત   તબીબી સેવા આપશે.

Advertisement

વધુ વિગત મુજબ ગોંડલના લોકપ્રિય ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર અને  ગોંડલ વિધાનસભા ભાજપના યુવા અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ (ગણેશભાઈ)જયરાજસિંહ જાડેજા જન્મદિવસ નિમિત્તે મેડીકેર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા કોલેજ ચોક પાસે ગોકુલ હાઇટ્સ ખાતે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.  આ કેમ્પ તા. 1જાન્યુઆરીથી કેમ્પનો પ્રારંભ થયો છે. તા.31જાન્યુઆરી સુધી  કેમ્પનો લાભ લેવા વિનતી છે. આ કેમ્પમાં સંપૂર્ણ હેલ્થ ચેકઅપ ઇલેક્ટ્રો- કાર્ડિયોગ્રામ ,બ્લડપ્રેશર અને ડાયાબિટીસ સહિતની નિશુલ્ક તપાસ કરવામાં આવશે.

આ કેમ્પમાં  નિષ્ણાંત અને અનુભવી તબીબ  અમિત વરસાણી(ક્રિટીકલ કેર)  અંકુર વાસાણી(ક્રિટીકલ કેર) સંગીતા ઠુંમર(એમ.ડી.મેડીસીન),મિલન ભંડેરી (ફેફસાના રોગના નિષ્ણાંત) રિતેશ મારડિયા(ફેફસાના રોગના નિષ્ણાંત) અને દિવ્યાંગ કકડ(ચીફ મેડિકલ ઓફિસર) સહિતની ટીમ સેવા આપશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.