Abtak Media Google News

ગુજરાત રાજયના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં કાલથી ચોટીલા ખાતે યુવતિઓ માટેની રાજય કક્ષા ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં 14 થી 18 વર્ષની વય મર્યાદા ધરાવતા સ્પર્ધક ભાઇઓ-બહેનો જુનીયર વિભાગમાં ભાગ લેશે.

આ સ્પર્ધામાં ભાગ લેવા માટે નિયત સમય મર્યાદામાં અરજી કરેલ અને જરુરી પાત્રતા ધરાવતા જુનીયર ભાઇઓ  બહેનો સ્પર્ધકોએ આજે સાંજે 4 કલાક સુધીમાં રિપોટીંગ સ્થળ ચોટીલા ટ્રસ્ટ નિવાસ, ચોટીલા તળેટી ખાતે રિપોટીંગ કરાવવાનું જણાવાયું છે. જયારે કાલે સવારે 7 કલાકે આ સ્પર્ધા યોજાશે.

આ માટે સ્પર્ધકોએ સ્પર્ધા સ્થળ ચોટીલા પર્વત તળેટી ખાતે સવારે 6.30 કલાકે હાજર થવાનું જીલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.