Abtak Media Google News

ગોંડલમાં ધારાશાસ્ત્રી એ રસ્તા વચ્ચે ઉભી રાખેલી કાર સાઈડમાં લેવાનું કહેતા શખ્સે ઉશેકરી તમાચા ચોડી દીધા છે.ગોંડલ શ્રીજી સોસાયટી ન્યુ માર્કટીંગ યાર્ડ સામે ધરતી ઓઇલમીલ પાછળ રહેતા એડવોકેટ જયદિપભાઇ રમેશભાઇ રૈયાણી   પોતાની ક્રેટા કાર જે.સી.03 જે.સી. 6596 લઈ ને ઘર પાસે થી પસાર થઈ રહ્યા હતા ત્યારે બલેનો જે.સી.-03-એમ.ઈ.2680 નંબર ની ફોર વ્હિલ કાર રસ્તા વચ્ચે ઉભી હોય જેથી તેઓએ કારનું હોર્ન વગાડતા બલેનો કાર ચાલક વિરલ ગજેરા રહે રામજી મંદિર ચોક  ઉશ્કેરાઈ જઈ ઝઘડો કરી ગાલ ઉપર તમાચા ચોડી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવા ની ફરજ પડી હતી. પોલીસે  આઇ. પી. સી. -કલમ.-323,504,506(2)મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.