Abtak Media Google News

શાક માર્કેટમાં ફરી ડીમોલેશન થતા વૃધ્ધ બેભાન થયા

નગર પાલીકા તંત્ર દ્વારા ત્રીજા દિવસે દબાણ હટાવો કાર્યવાહી ચાલુ રાખી દુકાનો પર કાઢેલા 40 છાપરા, 30 જેટલા ઓટલા તથા 15 જેટલી કેબીનો દુર કરાઇ હતી.કાશીવિશ્ર્વનાથ રોડ,રેલ્વે સ્ટેશન ચોક,નાની બજાર, ભુવનેશ્રવરી રોડ સહિત વિસ્તારો મા ખડકાયેલા દબાણ દુર કરાયા હતા.

નાની બજાર મા વેપારીઓ એ બહાર કાઢેલા પાટીયા નિયમો થી વધુ હોય તોડી પડાયા હતા. શાક માર્કેટ મા  ફરી ડીમોલેશન હાથ ધરાતા પાથરણા પાથરી શાકભાજી વેચતા ધંધાર્થીઓ એ સવારે હંગામો મચાવ્યો હતો.કેટલાક ધંધાર્થીઓ જેસીબી આડે બેસી ગયા હતા.તો કેટલાક જેસીબી ના સુપડા મા બેસી જઇ વિરોધ કરતા દેકારો મચી ગયો હતો જેને પગલે ટોળા એકઠા થતા અને વાતાવરણ તંગ બનતા પોલીસે ટોળા ને હટાવવા કાર્યવાહી કરતા શાકભાજી ના ધંધાર્થી વૃધ્ધ જેન્તીભાઈ બચુભાઈ વિકાણી ઉ.60 ને ગભરામણ સાથે છાતી મા દુખાવો ઉપડતા તુરંત અત્રે ની સિવિલ હોસ્પિટલ મા લઈ જવાયા હતા ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.

સુત્રો ના જણાવ્યા મુજબ શાક માર્કેટ મા પાર્કીંગ ની જગ્યા મા ધંધાર્થીઓ દ્વારા મોટુ દબાણ કરાયુ છે.મુળ તો આ જગ્યા મા દશેક વર્ષ પહેલા શાકભાજી લઈ આવતા ખેડુતો કે પાથરણા પાથરી ધંધો કરતા ધંધાર્થીઓ માટે નગરપાલીકા દ્વારા એકાદ ફુટ ના ઓટા ચણાયા હતા.પણ કેટલાક ’બાહુબલીઓ ’ એ કબ્જો કરી આ જગ્યા મા રુ.આઠ થી દશ હજાર ભાડુ વસુલી ધરારી શરુ કરતા શાક માર્કેટ મા પેશકદમી વધી હતી.વરસો થી આ ભાડુ વસુલી ની ધરારી બેરોકટોક ચાલુ છે.જેનો ભોગ ભાડુ ભરનારા બન્યા છે.

ચિફ ઓફિસર અશ્ર્વીનભાઇ વ્યાસે જણાવ્યુ કે શહેર ની આ મુખ્ય શાક માર્કેટ ને ટીપટોપ કરવા ચણાયેલા ઓટા તોડી પડાશે.વધુ મા શાક માર્કેટ ની બાજુ મા મસાલા માર્કેટ ને પણ ખુલ્લી કરાશે.જેથી પાર્કીંગ સહીત સુવિધા કરી શકાય.

ઉલ્લેખનીય છે કે અગાઉ હાલ જ્યા મસાલા માર્કેટ છે ત્યા ખુલ્લી જગ્યા મા ફ્રુટ ના ધંધાર્થીઓ માટે જગ્યા અનામત રખાઇ હતી.માંડવીચોક મા આડેધડ ઉભી રહેતી અને ટ્રાફિક ને અવરોધતી ફ્રુટ ની લારીઓ ને ત્યા ખસેડવા અને અલગ ફ્રુટ ઝોન બનાવવાની યોજના હતી.પરંતુ તંત્ર વાહકો ની નબળી ઇચ્છા શક્તિ ને કારણે આ આયોજન માત્ર ચોપડા પુરતુ સીમીત રહ્યુ હતુ.હવે ફરીવાર કહેવાતી મસાલા માર્કેટ ની જગ્યા મા ફ્રુટ માર્કેટ બને તેવા પ્રયત્નો હાથ ધરાશે તેવુ તંત્ર દ્વારા જણાવાયુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.