Abtak Media Google News

ભારે તનાવ વચ્ચે પણ પાલિકાઓ છાપરાનું દબાણ દુર કર્યુ, જ્યારે વકિલે કહ્યું કે પાલિકાએ પોતે કરેલું દબાણ ક્લેકટરનો હુકમ હોવા છતા પણ દુર કરતું નથી

ગોંડલ નગરપાલીકા તંત્ર દ્વારા છેલ્લા પંદર દિવસથી દબણકર્તાઓ ઉપર બુલડોઝર ફેરવી દબાણ દુર કરવામાં આવ્યા છે ત્યારે ગુરુવારે ફરી નગરપાલીકા ડિમોલેશન શાળાનાં કર્મચારીઓ પોલીસબેડા સાથે જૂની કોર્ટની બાજુમાં એક વકીલ દ્વારા કરવામાં આવેલ છાપરાનું દબાણ દૂર કરવા પહોંચી હતી વકીલે ભારે દલીલો કરતાં મામણે ઉગ્ર બન્યો હતો અને વકીલ મહાશય બુલડોઝરનાં બકેટમાં સુઈ જઈ વિરોધ કર્યો હતો પરંતુ પાલીકાનાં કર્મચારીઓએ એક પણ જાતની દલીલ.ન.સ્વીકારી દબાણ દુર કર્યે પાર કર્યુ હતું

પ્રાપ્ત વિગતો મુજબ પાલીકાનાં કર્મચારીઓ કોર્ટની બાજુમાં વકિલ મુકેશભાઈ ગઢીયા દ્વારા પોતાની ઓફીસ ની ફુટપાથ પર કરવામાં આવેલ છાપરા નુ દબાણ દુર કરવા પહોંચ્યા હતા ભારે ધમાલ બાદ પણ કર્મચારીઓએ દબાણ દુર કર્યું હતું તો બીજી તરફ વકિલ મુકેરાભાઇએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેઓ દ્વારા માત્ર તડકા અને વરસાદથી બચવા છાપરૂ નાખવામાં આવ્યું છે તે કોઇને પણ નડતરરૂપ નથી’ ખુદ  પાલીકા દ્વારા પાણીની ટાંકી મુકી દબાણ કરવામાં આવ્યું છે અને તે દવાણ દુર કરવા કલેક્ટરનો હુકમ હોવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને માત્ર છાપરા ઓટા ભાંગી તંત્ર દ્વારા પોતાની જ પીઠ થપથપાવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.