Abtak Media Google News

પાલિકાના  સદસ્ય અને ઈજનેરના નકલી સહી સિકકાના આધારે ‘આધાર’ બનાવતા ભાઈ બહેન સહિત પાંચની ધરપકડ

ગોંડલમાં  શહેરના  વિક્રમસિંહજી કોમ્પલેક્ષ પાસે આવેલ ક્રિષ્ના ઇન્ફો કોમન સર્વિસ અને અલ્ટ્રા જન સુવિધા કેન્દ્રમાં ગોંડલ નગરપાલિકા  નાં સદસ્ય તેમજ નાયબ કાર્યપાલક ઇજનેરના ડુપ્લિકેટ રબર સ્ટેમ્પ તથા સહીઓ ના આધારે આધાર કાર્ડ કાઢી દેવામાં આવતું હોય પાંચ શખ્સો ને રંગે હાથ ઝડપી લઇ પાલિકાના સદસ્ય એ પોલીસ ફરિયાદ નોંધાવતા શહેરમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ નગરપાલિકાના સદસ્ય ઋષિરાજસિંહ વજુભા જાડેજા એ ઉપરોક્ત બંને એજન્સીઓમાં જાત ચકાસણી કરતા તેઓના તેમજ નગરપાલિકા અને નાયક કાર્યપાલક ઇજનેરના ડુપ્લીકેટ રબર સ્ટેમ્પ, સહી ના ઉપયોગ કરી ખોટા દસ્તાવેજ ઊભા કરી તેને ખરા ઠેરવી આધાર કાર્ડ કાઢી આપી તગડી કમાણી નું કૌભાંડ  ધ્યાને આવતા પાલિકાના સદસ્ય રુષીરાજસિહે  પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે કાજલબેન રમણીકભાઈ આહીર તેના ભાઈ વિકાસ , અમિત દિનેશભાઈ પટેલ તેના ભાઈ પરેશ તેમજ દિવ્યાબેન જીતેન્દ્રભાઈ ગોહિલ વિરુદ્ધ આઈપીસી કલમ 465 471 473 114 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.