Abtak Media Google News

જૂનાગઢમાંથી નકલી ડીવાય.એસ.પી. બનીને ફરતો  શખસે  અનેક બેરોજગારલોકોને સરકારી નોકરી અપાવવાની લાલચ આપી  કરોડ રૂપિયા ખંખેર્યાના કૌભાંડનો રેલો રાજકોટ અને ગોંડલ સુધી પહોંચ્યો છે.જેમાં ગોંડલના લેબોરેટરી સંચાલક ના પત્નીને સેન્ટ્રલ ગવર્મેન્ટ માં અને બે ભાઈઓને નોકરી અપાવી દેવાની લાલચ આપી રૂપિયા 50 લાખની ઠગાઈ કર્યા નો ગોંડલ સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે.

ડીવાયએસપી હોવાનું કહીને 17 લોકોને સરકારી નોકરી અપાવવાની લાલચ આપી કરોડો રૂપિયા ખંખેર્યા

મળતી માહિતી મુજબ, વધુ વિગત મુજબ ગોંડલ શહેરના ભોજપરા વિસ્તારમાં રહેતા અને લેબોરેટરી ધરાવતા ભાર્ગવભાઈ અશોકભાઈ જસાણીએ વિનીત દવે અને શૈલેષ શૈલેન્દ્રભાઈ વ્યાસ સહિત બે શખ્સોએ પત્ની કાજલબેન અને અન્ય બે ભાઈને નોકરી અપાવી દેવાના બહાને રૂપિયા 50 લાખ રૂપિયા છેતરપિંડી કર્યા અંગેની સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયેલા કોર્ટમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો વિનીત દવે  પોતાના પાસે ડીવાય.એસ.પી.નું નકલી ઓળખપત્ર રાખનાર શખસ વિનીત દવેની પોલીસે પૂછપરછ કરી હતી. જેમાં ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે. આ વિનીત દવેએ અત્યારસુધીમાં અલગ અલગ 17 જેટલા લોકોને સરકારી નોકરી અપાવવાનું વચન આપી 2.11 કરોડ રૂપિયા જેવી રકમ પડાવી લીધી હોવાની વિગતો સામે આવતાં પોલીસ પણ ચોંકી ઊઠી છે. વિનીત દવે  જૂનાગઢ ફેમિલી કોર્ટમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. જોકે જૂનાગઢ કોર્ટમાં ઈન્કવાયરી ચાલુ હોય તે 29 મેં 2023થી કોર્ટમાં ગેરહાજર રહેતો હોવાનું સામે આવ્યું છે. વિનીત દવેના કબજામાંથી ડીવાય.એસ.પી.નું બનાવટી આઈકાર્ડ, પાઈપિંગ સેરેમનીનો એડિટ કરેલો ફોટોગ્રાફ, સિનિયર સિવિલ જજના આઈકાર્ડની ફોટો કોપી મળ્યાં છે.  જૂનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચને વિનીત દવેને વધુ પૂછપરછમાં પોલીસનું ડુપ્લિકેટ કાર્ડ, જેમાં ડી.વાય.એસ.પી.નો હોદ્દો બનાવીને  પોતાની ઓળખ પોલીસ તરીકે આપતો હતો અને અલગ અલગ લોકોને નોકરી અપાવવાના બહાને તેણે છેતરપિંડી કરી હતી.આ ઈસમ મૂળ વતન અમદાવાદ જિલ્લાનો છે. આરોપી હાલ પોતાના ફેમિલી સાથે વડોદરા શહેરમાં રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.