Abtak Media Google News

શારીરિક છેડછાડ અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવા યુવતી અને તેના સાથીદારો પોલીસ મથકે પહોંચ્યા તા: બાદમાં તબીબ સાથે સમાધાન કરી લાખો રૂપિયા પડાવી લેવાયાની ચર્ચા

હાદસો કા શહેર ગણાતા ગોંડલમાં કરોડો રૂપિયામાં પેઢીઓનાં ફૂલેકા ફેરવવા, અક્સ્માત, હત્યા અને મારામારીનાં બનાંવો બનતા જ હોય છે ત્યારે શહેરના બે તબીબો સાથે એક જ મોડસઓપરેન્ડી સાથે લાખો રૂપિયાનો તોડ થયો છે અલબત એક ઘટના તો પોલીસ મથકે પણ પહોચી હતી જે ની  ચર્ચા શહેરના ચોરે ને ચૌટે થઈ રહી છે.

સોશિયલ મીડિયાનાં માધ્યમથી મોબાઈલ ફોન કોલ્સ કરી યુવાન, આધેડ કે વૃદ્ધ લોકો ને છેતરવામાં આવતા હોવાના અનેક કિસ્સા બનતા હોય છે ત્યારે ગોંડલની એક ખાનગી હોસ્પિટલનાં તબીબ પાસે પેટ અને શરીરના અન્ય ભાગમાં દુ:ખાવો થતો હોવાની ફરિયાદ સાથે યુવતી વારંવાર આવતી હતી. છેલ્લી વખત બતાવવા આવ્યા બાદ  ગમે તે બન્યુ હોય યુવતી સીધી જ તેના સાથીદારો સાથે પોલીસ મથકે પહોંચી હતી.પોતાની સાથે શારીરિક છેડછાડ અને દુષ્કર્મ થયા ની ફરિયાદ નોંધાવા પોલીસ ને જણાવ્યું હતું

દરમ્યાન ધટનાની જાણ આક્ષેપ થયેલા તબીબ ને થતા તે તબીબો નાં ટોળા સાથે પોલીસ મથકે પહોંચ્યા હતા અને ધાંધલ ધમાલ પણ થવા પામી હતી યુવતી એ તો પૂરા વિશ્વાસ સાથે પોલીસ ને કહ્યું હતું કે મારો એફ એસ એલ રિપોર્ટ કરવો મારા શરીરે ડોક્ટર ક્યાં ક્યાં અડ્યા છે તેની ફિંગર પ્રિન્ટ આવી જશે દૂધ નું દૂધ અને પાણીનું પાણી થઇ જશે બાદમાં સમાધાન નો દોર શરૂ થતાં લાખો રૂપિયાની લેતી દેતી બાદ મામલો રફેદફે કરી નાખવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આ જ મોડસ ઓપરેન્ડી થી આ ઘટના પૂર્વે પણ એક તબીબ નો લાખો રૂપિયાનો તોડ થઈ ગયો હતો બંને ઘટનાની ચર્ચા શહેરના ચોરે ને ચૌટે થઈ રહી છે

આ બનાવ અંગે પોલીસ સૂત્રો એ જણાવ્યું હતું કે આવી ઘટના બની હતી.  યુવતી ફરિયાદ કરવા આવી પણ હતી પરંતુ યુવતી અને તબીબ બંને મિત્ર જ છે બંને વચ્ચે તકરાર થઇ હતી પરિણામે મામલો પોલીસ મથકે આવ્યો હતો પરંતુ તેમની સાથે આવેલા લોકો એ બને ને સમજાવી સમાધાન કરાવી નાખતા ફરિયાદ નોંધાઇ ન હતી અલબત બીજી ઘટના અંગે પોલીસ ને કઈ જાણ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.