Abtak Media Google News

રાયડો, ધાણા,જીરુ, મેથી અને વરિયારી મગાવી પેમેન્ટ ન મોકલી વિશ્વાસઘાત કર્યો

ગોંડલના મોવિયા રોડ પર આવેલી શ્રી હરી ગૃહ ઉદ્યોગ સાથે રાજસ્થાનના પિતા-પુત્રએ વેપારી સંબંધો કેળવી રુા.80.81 લાખના ધાણા,જીરુ, વરિયારી, મેથી અને રાયડો મગાવી પેમેન્ટ ન ચુકવી છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ શિહોરના વતની અને ગોંડલ ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતા શ્રી હરી ગૃહ ઉદ્યોગના મેનેજર કનકસિંહ માધુભા ગોહિલે રાજસ્થાનના ઉદયપુરના જેનિશ શાંતિલાલ મહેશ્ર્વરી અને તેના પિતા શાંતિલાલ ગોવિંદરામ મહેશ્ર્વરી સામે રુા.80.81 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

વિગતો મુજબ ગોંડલ ગ્રીનપાર્ક સોસા યટી શેરી નં.1 ચામુંડા કુપા મકાનમાં રહેતા કનકસિંહ માધુભા ગોહીલે પોતાની ફરિયાદમાં આરોપીમાં રાજસ્થાન ઉદેપુરના જેનિત શાંતિલાલ મહેશ્વરી, અને તેના પિતા શાંતિલાલ ગોવિંદરામ મહેશ્વરીનું નામ આપ્યું હતું જેમાં તેને જણાવ્યું હતું કે, હું શ્રી હરી ગૃહ ઉધોગ પેઢીમાં જનરલ મેનેજર તરીકે છેલ્લા આઠેક વર્ષ થી ફરજ બજાવતો હોય અને મારી પેઢી છેલ્લા ચોવીશ વર્ષ થી શ્રી. હરી ગૃહ ઉધોગ ફર્મ હેઠળ શ્રી.હરી તથા રાજરાણી બ્રાંડના નામથી ધાણા, રુ, મેથી, રાઇડો, ધાણાદાર, વરીયારી, કુરીયા, ની પૈકીંગ તથા લુઝ પૈકીંગ કરી ગુજરાતમાં તથા રાજય બહાર વેચાણ કરતા હોય અને આ પેઢીના માલીક નામે વિજયભાઇ મોહનભાઇ રૈયાણી તથા સગા નાનાભાઇ હીતેષભાઇ મોહનભાઇ રૈયાણી ના ઓહોગે જે બન્ને ભાઇ પેઢીની દેખરેખ નો વહીવટ સંભાળતા હોય તેમજ તેઓ બન્ને માલીકની દેખરેખ હેઠળ માલ,વે ચાણ તથા ખરીદ કરવાનો તમામ વહીવટ હું જનરલ મેનેજર તરીકે સંભાળીએ છીએ

અમારી પેઢીમાં છેલ્લા ઘણા વર્ષો થી કમીશન પર અમારો માલ રાજસ્થાન ખાતે વેચાણ કરી આપતા રાજસ્થાન ઉદેપુરના વતની શાંતીલાલ ગોવિંદારામ મહેશ્વરી નાઓ સાથે ઘણા વર્ષોથી અવાર નવાર માલ ખરીદ કરવા અમારી પેઢીએ આવતા હોય જેથી હું તથા મારા બન્ને શેઠ તેઓની સારી રીતે ઓળખતા હોય અને આ શાંતીલાલ ગોવિંદરામ અમોને સને 2021 માં ફોન કરી કહેલ કે તેનો દીકરો જેનીત પણ રાજસ્થાનમાં મસાલા વેચાણનુ કામકાજ કમીશનથી કરવા માંગતો હોય જેથી મારી શાખ ઉપર તો તેને પણ માલ આપજો હું મારા દીકરા જેરીત ને તમારી પેઢીએ રુબરુમાં મળવા મોકલુ છુ તેમ કહેલ અને બાદ સને 2001 2021માં શાંતીલાલ ગોવિંદારામ મહેશ્વરી નો દીકરો જેનીત શાંતીલાલ મહેશ્વરી રુબરુ અમારી પેઢીએ ગોંડલ ખાતે આવે જ હતા અને ત્યારે હું તથા મારા બન્ને શેઠ વિજયભાઇ રૈયાણી તથા હીતેષભાઇ રૈયાણી હાજર હોય અને આ જેનીન મહે શ્વરી અમો ત્રણેય ને જણાવેલ કે, અને કમીશનથી માલ વેચાણ કરવા હા પાડેલ હતી. બાદ આ જેનીત મહેશ્વરી અમારી પાસેથી ચારેક મહીના સુધી કમીશન થી મસાલા ખરીદ કરી વેચાણ કરતા હતા.

બાદ ચારેક મહીના બાદ આ જેનીત મહેશ્વરીએ મારા શેઠ હીતેષભાઇ સાથે ફોનમાં વાત ચીત કરેલ હતી અને તેઓને કહેલ કે તે ઉદેપુર સેકટર નં.18 સોપીંગ સેન્ટર શોપ નં. 18 માં પોતાના પત્ની અલ્પનાબેન મહેશ્વવરીના નામથી મહેશ્વરી ટ્રેડીંગ નામની પેઢી શરુ કરેલ હોય જેથી હવે હું તમારી પેઢી પાસેથી આ મારી પેઢીના નામ માલ ખરીદ કરીશ અને અહીંયા રાજસ્થાન ખાતે વેચાણ કરીશ તેમ જણાવેલ હતુ. જેથી તેમને અમારી પાસેથી કટકે કટકે માલ મંગાવ્યો હતો. ત્યારબાદ 2022ના જૂન માસમાં એક કરોડને બાર લાખનો માલ મંગાવ્યો હતો ત્યારે તેમને તે સમયે થોડું પેમેન્ટ કરી આપ્યું હતું અને 80 લાખ રૂપિયા બાકી રખયા હતા. જેની અવારનવાર અમે ઉઘરાણી કરવા છતાં પણ તેઓએ પૈસા આપ્યા ન હતા અને રાજસ્થાન તપાસ કરતા બંને બહાર ભાગી ગયા હોવાનું જાણવા મળતા અંતે પિતા પુત્ર વિરૂદ્ધ ગોંડલ સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.