Abtak Media Google News
બે શખ્સો સાથે રૂપિયા સાડા ચાર લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો

અબતક, જીતેન્દ્ર  આચાર્ય,ગોંડલ

બાયોડીઝલ વેચાણનું હબ બનેલા ગોંડલમાં છાશવારે બાયો ડિઝલનો જથ્થો મળી આવી રહ્યો છે ત્યારે ફરી મોવિયા રોડ પર શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થ સાથે ટ્રક મળી આવતાં સીટી પોલીસે રૂપિયા સાડા ચાર લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

ગોંડલ સીટી પોલીસ ઇન્સપેકટર એમ.આર.સંગાડા, હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ ચૌહાણ, કુલદીપસિંહ રાઠોડ, યુવરાજસિંહ જાડેજા, મહેન્દ્રભાઇ ખીમશુરીયા, શક્તીસિંહ જાડેજા, વિશાલભાઇ સોલંકી, જયંતીભાઇ સોલંકી સહિત નાઓ એ બાતમીના આધારે મોવિયા રોડ બરકાતીનગર અલ્તાફ રજાકભાઇ બાલાપરીયા રહે ગોંડલ તેમજ રમજાન ઇશાભાઇ કઇડા રહે.ગોંડલ મોવિયા રોડ પશુ દવાખાના સામે હૈદરી ચોક વાળાઓ પોતાના ઘરની બાજુમા ખુલ્લા પ્લોટમા શંકાસ્પદ જવલનશીલ પેટ્રોલીયમ વાસ ધરાવતો પારદર્શક રંગ ના પ્રવાહી પોતાના કબ્જા વાળા ટાટા કંપનીના ટ્રકGJ-13-V-3074માં રાખી વેચાણ કરવાના ઇરાદે મળી આવતા કુલ 4,45,200/-ના મુદામાલ સાથે ઝડપી લઈ આઇ.પી.સી.કલમ 278,275 મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.