Abtak Media Google News
ફટાકડાને કારણે ભભૂકેલી આગ 3 કલાકે કાબૂમાં આવી, આશરે 4 લાખનું નુકસાન

ગોંડલના ઉદ્યોગનગરમાં પ્લાસ્ટિકના સ્ક્રેપમાં ફટાકડાને કારણે આગ ભભૂકી ઉઠી હતી આગ લાગવાની ઘટના અંગે સ્થાનિક ફાયર બ્રિગેડને જાણ કરાયા બાદ આગ કાબુમાં નહી આવતા રાજકોટ અને જેતપુરથી વધારાની ફાયર બ્રિગેડની ટીમની મદદ લેવાઈ હતી જેમાં રાજકોટ ફાયર બ્રિગેડની 2, જેતપુર ફાયરની 1 અને ગોંડલ ફાયરની 3 ટીમ આગ બુઝાવવા માટે કામે લાગી હતી અને 3 કલાક સુધી આગ પર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

આગને કારણે આશરે 4 લાખ જેટલું નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ શહેર ના ઉદ્યોગનગરમાં આવેલ બેરિંગ નાં કારખાનાં નાં પટાંગણ માં ભાડેથી રાખવામાં આવેલ પ્લાસ્ટિકના સ્ક્રેપ માં તેમજ પ્લાસ્ટિકની બોરીઓમાં ફટાકડાનો તણખલો પડતા આગ લાગી હતી થોડીવારમાં આગ વિકરાળ સ્વરૂૂપે વિશાળ ગોડાઉનમાં ફેલાઈ ગઈ હતી. પ્લાસ્ટિકના સ્ક્રેપના ગોડાઉનના આગ લાગી હોવાની જાણ થતા સ્થાનિક  ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પ્લાસ્ટિકના સ્ક્રેપના ગોડાઉનના લાગેલી આગના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર દેખાયા હતા. લોકોના ટોળે ટોળા એકઠા થઇ જવા પામ્યા હતા.

ફાયરની ટીમથી આગ ઉપર કાબુ મેળવવો મુશ્કેલ બનતા રાજકોટ અને જેતપુરના ફાયરની મદદ મંગાઈ હતી અને રાજકોટ તેમજ જેતપુર ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. કુલ 6 ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવવા માટે 3 કલાક પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો.અંતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાની ઘટનાને લઈને ફાયર ઓફિસર અને શહેર પોલીસ સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.