Abtak Media Google News

કેશોદ, જય વિરાણી

કેશાેદ અગતરાય ગામમાંથી પસાર થઇ રહેલ અને બંન્ને તરફ નેશનલ હાઇવેના 2.20 કીમી રાેડને રીકાર્પેટ કરવા ગામલાેકો અને આમ આદમી પાર્ટીના કાર્યકરાેએ સ્ટેટના માર્ગ અને મકાન વિભાગને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. આવેદન આપતી વખતે આપના પ્રમુખ પ્રવિણ પટેલેે ઇન્ચાર્જ ઇજનેરને માૈખિક રજૂઆત પણ કરી હતી.

આ રજૂઆત સ્ટેટના માર્ગ અને મકાન વિભાગના ઈજનેરને કરવાનું મુખ્ય કારણ એ હતું કે, જયારથી નેશનલ હાઇવે ઓથાેરીટી દ્વારા બાયપાસ રાેડ બનાવવામાં આવ્યાે છે ત્યારથી ગામમાંથી પસાર થતાે રાેડ અતિ બિસ્માર બન્યાે છે. જેના કારણે મુસાફર લઇ જતાં વાહનાે ગામમાં પ્રવેશતાં ન હાેય બંન્ને તરફના મુસાફરાેને ગામ નજીક ચાેકડીએ ઉતારી દેવામાં આવે છે, જેથી આબાલ વૃધ્ધ અને દર્દીઓને 1 કીમી ચાલીને ગામમાં જવું પડે છે જે એક માેટી સમસ્યા છે. જેથી આ રસ્તાને તાત્કાલીક ધાેરણે રીકાર્પેટ કરવામાં આવે તેવી ગામલાેકાેએ માંગ કરી છે.

આ માંગમાં લોકોને પડતી તમામ તકલીફો લોકોએ આ આવેદનપત્ર દ્વારા દર્શાવી હતી આ વાતને લઈને સરકાર મકાન વિભાગ અને સ્ટેટના માર્ગની બાદની કામગીરી સરકાર વહેલી તકે શરૂ કરે તેવી પણ માંગ કરી હતી. લોકોને પડતી તકલીફો લોકોએ આ આવેદનપત્ર દ્વારા દર્શાવી હતી ઉપરાંત આ વાતને લઈને સરકાર મકાન વિભાગ અને સ્ટેટના માર્ગની બાદની કામગીરી સરકાર વહેલી તકે શરૂ કરે તેવી પણ માંગ કરી હતી. આ અંગે માર્ગ અને મકાન વિભાગના ઇન્ચાર્જ આસીસ્ટન્ટ ઇજનેર એમ વી ટાંકે બિસ્માર પુલ સહિત આ રાેડનેે બનાવવા 6 કરાેડની દરખાસ્ત માેકલી આપવામાં આવી છે જે મંજુર થતાં આ કામગીરી થશે. અગવડતા ખાતર ખાડા પુરવા જીલ્લાની મંજુરી બાદ સમારકામ હાથ ધરશું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.