ગુડ બાય ૨૦૨૦-વેલકમ ૨૦૨૧

ભલે ભારત વર્ષમાં વિક્રમ સંવતના તારીખ મુજબ આપણે સમય પસાર કરી રહ્યા છીએ એ પણ વૈશ્વિક વ્યવહાર અને ઈસવીસન કેલેન્ડરની વૈશ્વિક પ્રથાના કારણે હવે ભારતીયોના જીવનમાં પણ ૩૧મી ડિસેમ્બર અને પહેલી જાન્યુઆરીનું દિવાળી અને બેસતા વર્ષ જેવું જ મહત્વ રહ્યું છે દેશી પરંપરાગત સંસ્કૃતિના આદરભાવ છતાં ભારતની સભ્યતા વસુદેવ કુટુંબકમની ભાવના રહેલી છે દુનિયા આખી ઈસવીસન મુજબ તવારીખમાં આગળ વધી રહી છે ભારતમાં પણ આ વ્યવહાર સામાન્ય બન્યો છે ત્યારે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર અને પહેલી જાન્યુઆરીના દિવસો આપણા માટે ક્યાંકને ક્યાંક દિવાળી અને બેસતા વર્ષના પર્યાય બની રહ્યા છે.

૨૦૨૦ વિદાય અને ૨૦૨૧ના આગમનના આ અવસરની ઉજવણી આ વખતે જરા અલગ માહોલમાં થઈ રહી છે ભારતની સમગ્ર વિશ્ર્વ માટે ૨૦૨૦નું વર્ષ  મનમાં ઉચાટ અને ભવિષ્યની ચિંતા નું વર્ષ બની રહ્યું હતું કોરોના જેવી મહામારી થી સમગ્ર વિશ્વએ અસહ્ય વેદના પડકારો આર્થિક સંકડામણ સાથે સાથે સ્વજનોને ગુમાવવાનો વ્યાપક વસો ભોગવ્યો હતો ૨૦૨૦નો વર્ષોમાં જોવા જઈએ તો દુખ અને પીડાનું વર્ષ બની રહ્યું હતું જુના દુ:ખ ભૂલીને નવી આશાઓ સાથે જીવનને આગળ વધારવાની માનવ સમાજની કાબેલિયતની આ વર્ષે ખરે ખરી કસોટી થવા જઈ રહી છે

કોરોનાનો નવો સ્ટેઈન ફેલાતો અટકાવવા એક તરફ તંત્ર ઊંધે માથે છે બીજી તરફ જુના વર્ષના દુ:ખ ભૂલીને નવા વર્ષની તૈયારી અને મનમાં આમ ભરવાની જવાબદારી દરેક માટે ફરજિયાત નિભાવવાનું કર્મ બની ગયું છે ૨૦૨૦ નું વર્ષ જેવી યાત્રા અને દુ:ખનું હતું તેવી જ રીતે નવા પડકારો અને ઉઠાવીને કપરી ઘડીમાં પણ જીવનનું સત્વ ટકાવી રાખવા માટે ભારત સહિત સમગ્ર દુનિયા એ જે દૃઢ મનોબળનું પ્રદર્શન કર્યું તે ખરેખર ૨૦૨૦ ની યાદગારનું વર્ષ બની રહેશે ૨૦૨૧નું વર્ષ ભારત સહિત સમગ્ર દુનિયા માટે પ્રકારોના પરિણામો મેળવવા અને કરેલા પુરુષાર્થનું ફળ મેળવવાનું વર્ષ બની રહેશે ૨૦૨૦ માં જેટલી યાતના દુ:ખ પીડાનો અનુભવ થયો તેની સામે ૨૦૨૧નુ વર્ષ સર્વ મંગલ નું વર્ષ બની રહે તેવી દરેક મનોકામના સાથે ભારતમાં જોવા જઈએ તો કોરોનાની મહામારી નુ વર્ષ ક્યાંકને ક્યાંક અભિશાપ ની સાથે સાથે આશીર્વાદરૂપ બની રહી હતી દેશના અર્થતંત્રમાં વિશ્વના અન્ય દેશોની જેમ આવેલી મંદી સ્થાનિક ઉધમ અને સરકાર સામાજિક સંસ્થાઓ અને લોકોના સહકારથી લોકડાઉનની પરિસ્થિતિના કપર કાળમાં પણ ઉદ્યમથી અભિશાપ આશીર્વાદ માં પલટાવવા ફોટો પામ્યું છે ઘરેલુ ઉત્પાદનમાં વૃદ્ધિ અને ઉદ્યોગી વિકાસના કારણે ભારત અર્થતંત્ર વહેલાસર પાટે ચડી ગયું છે કોરોના ની રસી ના નિર્માણ અને તેના વિતરણ માં પણ ભારતે પોતાની કાબેલિયત બતાવી દીધી છે ભલે ૨૦૨૦ નું વર્ષ ફોનમાં અને ઉચ્ચાર નું હોય પરંતુ ભારતની કાબેલિયતથી થી ૨૦૨૧નુ વર્ષ માત્ર ભારત માટે જ નહીં વિશ્વ માટે આશીર્વાદરૂપ બની રહેશે