Abtak Media Google News

ઓણ સાલ વરૂણદેવ દેશ ઉપર સારી રીતે રીઝવાના હોય તેમ હવામાન ખાતાએ સારા ચોમાસાના કરેલા વરતારાના પગલે કેન્દ્ર સરકારે શુક્રવારે 307 મીલીયન ટન અનાજનું ઉત્પાદનનું લક્ષ્ય હાસલ કરવાનો સંકલ્પ કર્યો છે. આ વર્ષે ચોમાસાના ઋતુચક્રમાં સારા વરસાદમાં અનાજ ઉત્પાદ ગયા વર્ષ કરતા 1.3 ટકા વધુ રહેશે. ગયા વર્ષે અનાજનું જેવું ઉત્પાદન થયું હતું તેના કરતા 4 મેટ્રીક ટન પાક ઉત્પાદન થશે. વર્ષ 2020-21નું આ વર્ષ પુરતા પ્રમાણમાં વરસાદ વરસાવનારૂ હોવાથી ડાંગરના પાકમાં ગયા વર્ષની સરખામણીએ 1 ટકાનો વધારો આવશે. આ ઉપરાંત જવ, ધાન, કઠોળ અને સારા વરસાદના પગલે ઘઉ સહિતના શિયાળુ પાકમાં પણ વધારો થશે. ચોખા, ઘઉં, જુવાર, બાજરો, મકાઈ, રાગી, બાજરી સહિતની અનાજથી આ વખતે સરકારના ગોદામ ભરાઈ જશે. ભારતીય હવામાન વિભાગ દ્વારા 16મી એપ્રીલે કરેલ હવામાનની આગાહીમાં જુનથી સપ્ટેમ્બર દરમિયાન 98 ટકા વરસાદ વરસશે જે ગયા વર્ષની સરખામણીમાં સવાયો હશે. 1961 થી 2020 સુધીની 88 સે.મી.ના સરેરાશ વરસાદના બદલે આ વખતે સરેરાશ 96 થી 104 ટકા વરસાદ થશે. દક્ષિણ-પશ્ર્ચિમ મોનસુન સીસ્ટમ સક્રિય થવાથી જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સમગ્ર દેશમાં વરસાદનું પ્રમાણ 104 ટકા રહેશે. સરકારે સારા ચોમાસાને લઈને ખેડૂતોને પણ પાકની પસંદગીમાં સારૂ ચોમાસુ ધ્યાને રાખવા જણાવાયું છે. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે સારા વરસાદના પગલે દેશમાં બમ્પર પાકનું લક્ષ્ય રાખ્યું છે. ખેડૂતોને ટેકાના ભાવે સારી આવક થાય અને મબલખ પાકથી અર્થતંત્રને બળ મળે તેવી આશા વ્યકત કરી છે.

પૂર્વોત્તર અને મધ્ય ભારતમાં માવઠુ ખેત પ્રવૃતિને થોડીવાર થંભાવી દેશે ?

ચોમાસાના આગમનની તૈયારી થઈ રહી છે ત્યારે ખેતરોમાં ઉભેલા ઉનાળુ મોલ પર કમોસમી વરસાદનું જોખમ ઉભુ થયું છે. આગામી સાતેક દિવસમાં દેશમાં પૂર્વ અને મધ્યભાગમાં કમોસમી વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.  પશ્ર્ચિમ બંગાળ, ઓરીસ્સા, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યમાં કમોસમી વરસાદ અંગે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ કમોસમી વરસાદથી ઉનાળુ પાક પર માઠી અસર થાય તેવી દહેશત ઉભી થશે. ભારે પવન, વરસાદ સહિતની માવઠાની આ પરિસ્થિતિમાં હિમાલયના ગ્રામ્ય વિસ્તારો, પશ્ર્ચિમ બંગાળ, સીક્કીમ, ઝારખંડ, બિહાર અને ઓરિસ્સામાં એપ્રીલ મહિનાના અંતમાં જ્યારે મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં પશ્ર્ચિમ બંગાળ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠાવાડ, વિદર્ભ, તેલંગાણા વિસ્તારમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ખેડૂતોને સુચિત કરવામાં આવ્યા છે કે, માવઠાથી થનારૂ નુકશાનની નિયંત્રણ વ્યવસ્થા કરે. અત્યારે ડાંગર, તલ, શાકભાજીના પાકો પર પશ્ર્ચિમ બંગાળ, ઓરીસ્સામાં જોખમ ઉભુ થયું છે. ઉનાળુ કપાસના વાવેતરમાં પણ આ વરસાદ વિઘ્ન બનશે. ચક્રવાત સક્રિય થતાં ભારે દબાણના કારણે આ વખતે ચોમાસામાં વરસાદ ઉનાળાના અંતિમ ચરણમાં જ મંડરાઈ રહ્યો છે ત્યારે ખેડૂતો માટે વરસાદ નફાના બદલે ખોટ આપનારૂ બની રહે તેવું દેખાઈ ર્હયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.