Abtak Media Google News

તાઉત વાવાઝોડાને પગલે પાંચ ઇંચ જેટલો વરસાદ પડવાની આગાહી છે. આ વરસાદથી ઉભા પાકને વ્યાપક નુક્સાન થવાનું છે. હાલ ખેડૂતોના ખેતરોમાં તલ, મગ, અળદ, બાજરી સહિતના પાકો ઉભા છે. જે ખેડૂતોએ આ ઉનાળુ પાક ઉતાર્યા નહિ હોય તેઓને 70થી 80 ટકા જેટલી નુકસાની વેઠવી પડશે. તલ 100 ટકા ફેઈલ જવાની સંભાવના રહેશે. ઉનાળુ બાજરી ઉભી છે તેને વધારે નુકસાન નહિ થાય પણ બાજરીનો કલર ફિક્કો પડી જશે તેમ ડો. ગોહિલર જણાવ્યું છે. આમ વરસાદથી ઉભા પાકને વ્યાપક પ્રમાણમાં નુક્સાન થશે તે તો નક્કી જ છે.

વાવાઝોડાના પગલે જે વરસાદ વરસશે તે ખેડૂતોને ભારે નુકશાન સર્જવાનું છે. જેના કારણે ખેડૂતોને મોટો આર્થિક ફટકો કરવાનો વારો આવવાનો છે. સામે ખેડૂતોને આગોતરા વાવેતર કરવાની તક મળશે જે ખેડૂતો માટે ખૂબ લાભદાયી નિવડશે. ખેડૂતો આગોતરુ વાવેતર કરી વહેલો પાક મેળવીને વહેલાસર કમાણી કરી શકશે.

ઉલ્લેખનીય છે કે, હાલ જે ઉભા પાક છે તેને વરસાદ ભારે નુકશાન પહોંચાડવાનો હોય ખેડૂતોને આર્થિક માર સહન કરવાનો વારો આવવાનો છે. ઉપરાંત વરસાદથી તલ, મગ, અડદ, બાજરી જેવા પાકને નુકશાન થવાનું હોય આ પાકના ભાવ પણ વધે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે. બીજી તરફ જે ખેડૂતોએ વાવાઝોડાની આગાહીના પગલે તુરંત પાક ઉતારી લીધો છે તેઓને કોઈ નુકશાન સહન કરવું નહીં પડે અને તેઓને પોતાના પાકના સારા એવા પૈસા પણ મળશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.