આવતીકાલે વડાપ્રધાન મોદી ખેડૂતો સાથે કરશે સંવાદ, જાણો કાલનો દિવસ કેમ ગણાવ્યો મહત્વપૂર્ણ

દેશભરમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. આવા કપરા સમયમાં વડાપ્રધાન મોદી અન્નદાતાઓ માટે એક ખુશીના સમાચાર લઈને આવવાના છે. 14 મેના રોજ સવારે 11:00 વાગે PM મોદી દેશને સંબોધિત કરશે. PM મોદી વીડિયો કૉંફરેન્સિંગના માધ્યમથી ખેડૂતો સાથે સંવાદ કરશે.

PM મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, ‘દેશના કરોડો અન્નદાતાઓ માટે કાલનો દિવસ અતિમહત્વનો છે. સવારે 11 વાગ્યે વીડિયો કૉંફરેન્સિંગના માધ્યમથી પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિનો આઠમો હપ્તો ખેડૂતોના ખાતામાં જાહેર કરવામાં આવશે. આ અવસર પર ખેડૂત ભાઈઓ-બહેનો સાથે સંવાદ પણ કરીશ.’

શું કહ્યું PM મોદીએ ?

PM મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, ‘દેશના કરોડો અન્નદાતાઓ માટે કાલનો દિવસ અતિમહત્વનો છે. સવારે 11 વાગ્યે વીડિયો કૉંફરેન્સિંગના માધ્યમથી પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિનો આઠમો હપ્તો ખેડૂતોના ખાતામાં જાહેર કરવામાં આવશે. આ અવસર પર ખેડૂત ભાઈઓ-બહેનો સાથે સંવાદ પણ કરીશ.

PM-KISAN યોજના અંતર્ગત, યોગ્યતાપ્રાપ્ત લાભાર્થી ખેડૂત પરિવારોને પ્રતિવર્ષ રૂ. 6000/- 4 મહિને ત્રણ સમાન ઈન્સ્ટોલમેન્ટમાં પ્રતિ ઈન્સ્ટોલમેન્ટ રૂ. 2000/-ના હિસાબે ચૂકવવાપાત્ર હોય છે. આ ફંડ લાભાર્થીઓના બેન્ક એકાઉન્ટ્સમાં સીધા જ ટ્રાન્સફર કરવામાં આવે છે. આ યોજના અંતર્ગત, સન્માન રકમ અત્યાર સુધીમાં ખેડૂત પરિવારોને રૂ. 1.15 લાખ કરોડથી વધુ ટ્રાન્સફર કરવામાં આવી છે.