Abtak Media Google News

નોકરી કરવી તો સરકારી આ કહેવતને અનુસરી અનેક લોકો સરકારી નોકરી કરવા લાગ્યા જ્યાં નોકરી પુરી થયા બાદ કર્મચારીને મળતા પ્રોવિંડેટ ફંડ અને પેન્શનની રકમ મેળવવા માટે રીટાયમેન્ટ બાદ પણ કચેરીના અનેક ધક્કા ખાવા પડે છે ત્યારે હવે એવું નહિં બને, કેન્દ્રિય શ્રમ અને રોજગાર મંત્ર દ્વારા સંસદના ઉચ્ચ સદન રાજ્યસભા જણાવ્યા અનુસાર કેન્દ્રિય કર્મચારીને તેની નિવૃતિના દિવસે જે પ્રોવિડેન્ટ ફંડ અને પેન્શનની રકમ આપવાની જાણકારી આપી હતી.

જ્યારે આ બાબતે ૨૦૧૪માં જ સરકાર સામે આ પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો અને સરકાર પણ આ પ્રસ્તાવ સાથેે સહમત હતી. પરંતુ તેનો અમલ હવેથી થશે…..જેનો લાભ અત્યારના ૪૮.૮૫ લાખ કેન્દ્રિય કર્મચારીઓ અને ૫૫.૫૧ લાખ પેન્શનદારને પણ મળશે. કેન્દ્રની આ જાણકારી અનુસાર રાજ્યનાં તેમજ સૌરાષ્ટ્રનાં દરેક કેન્દ્રિ કર્મચારીને હવેથી આ પ્રમાણે જ P.Fઅને પેન્શનની રકમ નિવૃતીના દિવસે જ માન સન્માનથી  આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.