Abtak Media Google News

રાજકોટ શહેરમાં નવનિર્માણ થઈ રહેલા હિરાસર એરપોર્ટનું કામ જોર-શોરથી શરૂ થઈ રહ્યું છે. ત્યારે હવે ફેબ્રુઆરી માસના અંત સુધીમાં રન-વેનું કામ તૈયાર થઈ જશે. તો આગામી ૨૦૨૨ વર્ષના અંત સુધીમાં રન-વે પર ટ્રાયલ પણ શરૂ કરવામાં આવી જશે. જેના ભાગરૂપે રાજકોટ જિલ્લા કલેકટર તથા મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ સહિત અધિકારોને પણ ગાંધીનગર તેંડુ આવ્યું હોવાનું સામે આવ્યું છે.વા સાથે રાજકોટના સપના સમાન એરપોર્ટના પ્રોજેકટ વિશે મુખ્યમંત્રીએ પણ માહિતી મેળવી છે.

હિરાસર એરપોર્ટનો રન-વે ફેબ્રુઆરી સુધીમાં તૈયાર થઈ જશે

૨૦૨૨ અંત સુધીમાં ટ્રાયલ લેવામાં આવશે: કલેકટર અને કમિશનરને ગાંધીનગરનું તેંડુ

રાજકોટ પ્રોજેકટ અંગે મુખ્યમંત્રીએ માહિતી મેળવી

રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટના રન-વેનું ૭૦ ટકા કામ થઈ ગયું છે. હવે બોક્સ કલ્વર્ટ બનાવી નદી પર રન-વે બનશે. સમગ્ર રન-વે ફેબ્રુઆરી ૨૦૨૨ સુધીમાં તૈયાર કરવાની ડેડલાઇન છે. ત્યારબાદ ટર્મિનલ બિલ્ડિંગનું કામ ચાલુ થશે અને ૨૦૨૨ ના અંતમાં ટ્રાયલ થશે અને ૨૦૨૩ના મધ્ય સુધીમાં ઓપરેશનલ થઈ જાય તેવી તૈયારી છે.

જેના ભાગરૂપે રાજકોટ જિલ્લા કલેક્ટર રૈમ્યા મોહન અને મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે પોત પોતાના હિસ્સામાં આવતા પ્રોજેક્ટની માહિતી પ્રેઝન્ટેશન મારફત આપી હતી અને બધા પ્રોજેક્ટ નિયત સમયમાં જ ચાલી રહ્યા છે અને હવે કોરોના બાદ વધુ ઝડપી બનાવવા પ્રયાસ થઈ રહ્યા છે તેવી ધરપત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.