Abtak Media Google News

આઇઆઇટી ગાંધીનગર રહેવા-ભણવાની વિનામૂલ્યે વ્યવસ્થા કરી આપશે

જોઈન્ટ એન્ટ્રોસ એકઝામિશન (જેઈઈ) એડવાન્સની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આઈઆઈટી ગાંધીનગર સારા સમાચાર લઈને આવી છે. જેઈઈ પરીક્ષા આપવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે જમવા રહેવાની સુવિધા વિનામૂલ્યે આઈઆઈટી ગાંધીનગર કરી આપશે આ વર્ષે બીજી વખત આઈઆઈટી ગાંધીનગરે આ પ્રકારની સુવિધા આપવાનું નકકી કર્યું છે. જે માટે તે મફત કેમ્પસ આવાસ પ્રદાન કરશે.

જેઈઈ ઓપન હાઉસ અંગે વાતચીત કરતા એક વિદ્યાર્થી સૌરવ નાગરે કહ્યું કે, તેબાબત વિદ્યાર્થીઓ માટે સામાન્ય પસંદગી છે કે તે ઓછી પસંદગી વાળી શાખામાં જાય કે પછી જયાં આઈઆઈટી ફેકલ્ટી અને અગાઉથી જ આઈઆઈટી વિદ્યાર્થીઓ હોય ત્યાં જાય ઓપન હાઉસ આવા વિદ્યાર્થીઓની મુંઝવણ દૂર કરશે અને તેમને મદદ‚પ થશે.

ઓપન હાઉસ માત્ર વિદ્યાર્થીઓને સલાહ સુચન જ નહિ પરંતુ આ સાથે આઈઆઈટી સિસ્ટમ વિશે વિદ્યાર્થીઓના માતા પિતાની જીજ્ઞાશા, સંદેહ અને ભ્રમને પણ સંબોધીત કરશે અને તેને દૂર કરવા મદદ‚પ થશે. આઈઆઈટીમાં વિદ્યાર્થી પરિષદના મહાસચિવ પ્રથેશ બડવેએ કહ્યું કે અમે જેઈઈ એડવાન્સની પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ માટે આવાસની સુવિધાઓ ઉભી કરવાનો નિર્ણય કર્યો છે. કારણ કે આ માટે તેઓના અમુક મુંબઈથી લઈને સ્થાનિક જગ્યાએથી આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે પાછલા ઘણા વર્ષોથી જેઈઈ એડવાન્સ પરિણામ જાહેર થયા બા આઈઆઈએનજી જેઈઈ ઓપન હાઉસનું આયોજન કરે છે. સંસ્થાએ આ વર્ષમાં ૩જૂનના રોજ ઓપન હાઉસનું આયોજન કર્યું હતુ. તેમજ હવે બીજી વખત આયોજન કરવા જઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.