Abtak Media Google News
  • કુલ ત્રણ કંપનીઓના IPO ખુલ્યા

  • સુરેન્દ્ર પાર્ક હોટેલ્સના IPOમાં સબસ્ક્રિપ્શન માટે આજે છેલ્લી તક છે.

IPO ન્યૂઝ

 જો તમે IPOમાં પૈસા રોકવા માંગતા હોવ તો તમારા માટે સારા સમાચાર છે. આજનો દિવસ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે કુલ ત્રણ કંપનીઓના IPO ખુલ્યા છે. એક SME કંપનીનો IPO લિસ્ટ થયો છે. આ સાથે, પહેલાથી જ ખુલેલા સુરેન્દ્ર પાર્ક હોટેલ્સના IPOમાં સબસ્ક્રિપ્શન માટે આજે છેલ્લી તક છે.

Gabriel Pet Straps ના શેરની ફ્લેટ લિસ્ટિંગ

Gabriel Pet Straps નો આઈપીઓ આજે લિસ્ટ થયો છે. આ શેર 13.86 ટકાના પ્રીમિયમ સાથે BSE પર રૂ. 115 પ્રતિ શેરના ભાવે લિસ્ટેડ છે. કંપનીએ IPOની પ્રાઇસ બેન્ડ રૂ. 101 પ્રતિ શેર નક્કી કરી હતી. આ એક SME IPO છે જે BSE SME પર લિસ્ટેડ છે.1617095366309

રાશી પેરિફેરલ્સનો ખુલ્યો IPO 

બુધવાર 7 ફેબ્રુઆરીના રોજ ઇંફોર્મેશન અને કોમ્યુનેશન ટેકનોલોજી પ્રોડક્ટ્સ ડિસ્ટ્રીબ્યૂટર રાશી પેરિફેરલ્સનો IPO ખુલ્યો છે. આ IPO દ્વારા 600 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના છે. આ IPOની પ્રાઇસ બેન્ડ રૂપિયા 295 થી 311 રૂપિયાની વચ્ચે નક્કી કરવામાં આવી છે. રોકાણકારો આમાં 9મી ફેબ્રુઆરી સુધી બિડ કરી શકે છે. શેરનું લિસ્ટિંગ 14 ફેબ્રુઆરીના રોજ BSE અને NSE પર થશે.

જના સ્મોલ ફાઇનાન્સ બેંક લિમિટેડ IPO

બેંગલુરુની જના સ્મોલ ફાઇનાન્સ બેંકનો IPO પણ આજે ખુલ્યો છે. બેંક આ IPO દ્વારા 570 કરોડ રૂપિયા એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે. તમે આમાં 9મી ફેબ્રુઆરી સુધી રોકાણ કરી શકો છો. આ IPOમાં કંપની તાજા ઈશ્યુ દ્વારા રૂ. 462 કરોડ અને શેર ઓફર ફોર સેલ દ્વારા રૂ. 108 કરોડ એકત્ર કરવા જઈ રહી છે. કંપનીએ એન્કર રોકાણકારો પાસેથી રૂ. 167 કરોડ એકત્ર કર્યા છે. કંપનીના શેરનું લિસ્ટિંગ 14 ફેબ્રુઆરીએ થશે. તેની પ્રાઇસ બેન્ડ રૂપિયા 393 થી 414 રૂપિયાની વચ્ચે નક્કી કરવામાં આવી છે.

કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેંક IPO

કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેંકનો IPO 7 ફેબ્રુઆરીએ ખુલ્યો છે. તમે આમાં 9મી ફેબ્રુઆરી સુધી રોકાણ કરી શકો છો. કંપનીએ IPOની પ્રાઇસ બેન્ડ રૂ. 445 થી રૂ. 468 પ્રતિ શેરની વચ્ચે નક્કી કરી છે. કંપની આ IPO દ્વારા 523 કરોડ રૂપિયા એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે. કંપનીએ એન્કર ઇન્વેસ્ટર્સ દ્વારા 157 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. શેરનું લિસ્ટિંગ 14 ફેબ્રુઆરીના રોજ BSE અને NSE પર થશે.Gettyimages 1045262938 D6E77886128F4B05B3B4B4E3Daef781A

આ બે IPOમાં બિડ કરવાની છેલ્લી તક

ધ પાર્ક બ્રાન્ડની મૂળ કંપની APJ સુરેન્દ્ર હોટેલ્સના રૂ. 920 કરોડના IPOમાં બિડ કરવાની પણ આજે છેલ્લી તક છે. 5 ફેબ્રુઆરીએ ખુલેલા આ IPOમાં કંપનીએ શેર દીઠ રૂ. 147 થી રૂ. 155 વચ્ચે પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. શેરનું લિસ્ટિંગ 12મી ફેબ્રુઆરીના રોજ થશે. SME Italian Edibles ના IPO માં રોકાણ કરવાની પણ આજે છેલ્લી તક છે. આ SME IPOનું કદ રૂ. 26.66 કરોડ છે. તેની પ્રાઇસ બેન્ડ 68 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.