Abtak Media Google News

મામાનું ઘર કેટલે ??!!

ચંદ્રયાન-3 પાંચમી ઓગસ્ટે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશશે તેવી આશા

ભારતનું ત્રીજું મૂન મિશન ચંદ્રયાન-3 ચંદ્રની કક્ષામાં પહોંચવામાં હવે માત્ર 6 દિવસ જ બાકી છે. ઈસરોએ ચંદ્રયાન-3ને પૃથ્વીની કક્ષાથી ચંદ્રની કક્ષામાં મોકલવા માટે 1 ઓગસ્ટના રોજ બપોરે 12 વાગ્યાથી 1 દરમિયાન પોતાના થ્રસ્ટર્સ ચાલુ કરવાની યોજના બનાવી છે. ટ્રાન્સ-લ્યુનર ઇન્જેક્શનની પ્રક્રિયા મધરાતે પૂર્ણ થવામાં 28થી 31 મિનિટનો સમય લાગે તેવી શક્યતા છે. ચંદ્રયાન-3ના ઓનબોર્ડ થ્રસ્ટર્સને ત્યારે ફાયર કરવામાં આવશે જ્યારે ચંદ્રયાન-3 પૃથ્વીની સૌથી નજીકના બિંદુ પર હશે, નહીં કે જ્યારે તે સૌથી દૂરના બિંદુ પર હશે.

ચંદ્રયાન-3ના થ્રસ્ટર્સને સૌથી નજીકના બિંદુથી પૃથ્વી પર ચાલુ કરીને તેની ગતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવે છે કારણ કે ત્યારે તેની ગતિ સૌથી વધુ હોય છે. ચંદ્રયાન-3ની સ્પીડ વધારવાની કોશિશ કરતી વખતે તેને ઝડપી ગતિની જરૂર પડશે. બીજું કારણ એ છે કે ચંદ્ર તરફ આગળ વધવા માટે તેનો ખૂણો બદલવો પડે છે. જેને ચંદ્રયાન-3ની ધરતીની સૌથી નજીકના પોઇન્ટ પર બદલી શકાય છે.

ચંદ્રયાન-3 સફળતાપૂર્વક પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર નીકળી ગયું છે અને હવે તેનું આગલું સ્ટોપ ચંદ્ર છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનએ જણાવ્યું કે ચંદ્રયાન-3ને મંગળવારે ટ્રાન્સલુનર ઓર્બિટમાં મૂકવામાં આવ્યું હતું. નેશનલ સ્પેસ એજન્સીએ કહ્યું કે ‘ચંદ્રયાન-3એ પૃથ્વીની આસપાસ તેની ભ્રમણકક્ષા પૂર્ણ કરી લીધી છે અને તે ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.