Abtak Media Google News

છેલ્લા કેટલાક દિવસોથી રીમૂવ ચાઇના એપ ખૂબજ ચર્ચામાં આવી હતી. ગૂગલ પ્લે સ્ટોરે આ એપ હટાવી એ પહેલા તો ૫૦ લાખથી વધુ લોકોએ તેને ડાઉન લોડ કરી છે.

Advertisement

આ એપની તેના નામ પ્રમાણ જ ખાસિયત એ છે કે  યૂર્ઝસ પોતાના સ્માર્ટફોનમાં જોવા મળતી ચાઇનાની એપ્સ ડિલિટ કરી શકે છે. છેલ્લા કેટલાક સમયથી ચીન વિરોધી માહોલ દેશમાં ઉભો થયો હોવાથી તેનો લાભ આ એપ્સને મળ્યો છે. આ ઉપરાંત તાજેતરમાં ખૂબ લોકપ્રિય બનેલી મિત્રો એપને પણ ગૂગલે હટાવી હતી. આ એપ મૂળ પાકિસ્તાનની હતી, અને એપના કોર્ડિંગ ફેરવીને સુધારા કરાયા હતા અને ભારતીય હોવાનું કહેવાયું હતું.

ગૂગલે બન્ને એપ અલગ અલગ કારણોસર ગૂગલમાંથી ઉડાડી દીધી છે. રિમુવ ચાઈના એપની વાત કરીએ તો, આત્મનિર્ભર અને સ્વદેશીમાં પણ ચીનનો મુકાબલો કરવાની વાત છે. જો કે જે યૂર્ઝસના ફોનમાં પહેલાથી જ એપ ડાઉનલોડેડ થઇ છે એમાં તે ફોનમાં કામ કરતી રહેશે.

એક જ દિવસમાં ગૂગલે બે એપ્સને પ્લે સ્ટોર પરથી હટાવી છે જેમાં ટિક ટોકની જેમ કામ કરતી મિત્રો એપ પણ હટાવી છે. રીમૂવ ચાઇના એપ ગબગલ પ્લે સ્ટોર પર ટોપ ટ્રેડિંગ યાદીમાં આવી ગઇ હતી.આ એપને જયપૂરની એકં આઇટી કંપનીએ બનાવી છે.

કંપનીએ પ્લે સ્ટોરમાંથી એપ હટાવાની વાતની જાણ ટ્વીટ કરીને આપી છે. જો કે એપને દૂર કરવાનું યોગ્ય કારણ આપવામાં આવ્યું નથી. માહિતી મુજબ એપ દ્વારા ગૂગલ પ્લે સ્ટોરના નિયમ અને પોલિસીનું ઉલંઘન કર્યુ છે. પોલિસી મુજબ કોઇ પણ યૂર્ઝસ અન્ય થર્ડ પાર્ટીની એપને હટાવવા માટે પ્રેરી શકે નહી. જો કે ભારતીયોએ પ્લે સ્ટોર પરથી ચાઇના રિમૂવ એપ હટાવતા વિરોધ નોંધાવીને ગુગલ પર ચીનનો પક્ષ લેવાનો આક્ષેપ કર્યો છે, સોશિયલ મીડિયામાં ભારતીયોએ ગૂગલ પ્લેના પગલા સામે નારાજગી પણ વ્યકત કરી રહયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.