Abtak Media Google News

અબતકની મુલાકાતમાં શિવરાત્રી શોભાયાત્રાના ભવ્ય દિવ્ય  આયોજનની વિગતો આપતા આગેવાનો

હર હર ભોલે… શિવરાત્રી નિમિતે 18 ફેબ્રુ. શનિવારે રાજકોટમાં  સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ અને અતિત નવનિર્માણ સેનાદ્વારા શિવશોભાયાત્રાનું આયોજન કરાયું છે. અબતકની મુલાકાતમાં ડો.મનીષગીરી ગોસ્વામી, બળવંતપુરી ગજરાજપુરી, રમેશભારતી કારાભારથી, હિતેશપુરી ગોસ્વામી, મેહુલપુરી  વસંતપુરી ભરતગીરી કેશવગીરી, જીજ્ઞેશગીરી  દિનેશગીરી હિરાગીરી અને રાજેશપુરી આનંદગીરી એ શિવયાત્રાની વિગતો આપી જણાવ્યું હતુ કે. મહાશિવરાત્રીના પવિત્ર દિવસે  સમસ્ત   દશનામ ગોસ્વામી સમાજ રાજકોટ દ્વારા આ શિવ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.

તા.5.2ને રવિવારના રોજ સાંજે  7 વાગ્યે શિવ શોભાયાત્રા સંતો, મહંતોના હસ્તેખુલ્લુ મુકવામાં આવશે. શિવ શોભાયાત્રા દ્વારા ધ્વજા રોહણ, રૂદ્રાભીષેક, રૂટ ઉપર  ધ્વજાપ્રચાર, પ્રસાદ બેનર લગાવાશે. શિવશોભાયાત્રા તા.18.2ને શનિવારે બપોરે 2 વાગ્યે  અગિયાર દિકરીઓ તથા સંતો મહંતોના હસ્તે પ્રસ્થાન કરવામાં આવશે.

વિવિધ પ્રકારનાં ફલોટ, સંત મહંતો માટે રથ, વિવિધ પ્રકારના ફોર વ્હીલર તથા ટુ વ્હીલર, તથા ડી.જે. ના સથવારે વિશ્ર્વેશ્ર્વર મહાદેવ મંદિરથી મવડી ફાયર બ્રિગેડ, બેકબોન ચોક, રાજનગર ચોક, કોટેચા ચોક, નિર્મળા રોડ, હનુમાન મઢી રોડ, રૈયારોડ, રૈયા ચોકડી થઈને રૈયા ગામ દશનામ ગોસ્વામી સમાજનું સમાધી સ્થાને સાંજે 7.30 વાગ્યે મહાઆરતી બાદ મહાપ્રસાદ સાથે સમાપન કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.