Abtak Media Google News

ઈ-સંજીવની સેવા અંતર્ગત કેવી રીતે દર્દીઓ તથા ડોક્ટરોને માર્ગદર્શન આપવામાં આવે તે અંગે ચર્ચા કરાઇ

રાજકોટ નજીક આવેલ એઇમ્સની જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ સ્થળ સમીક્ષા કરી હતી. આ વેળાએ ઇ-સંજીવની સેવા અંતર્ગત કેવી રીતે દર્દીઓ તથા ડોક્ટરોને માર્ગદર્શન આપવામાં આવે તે અંગે ચર્ચા કરાઇ હતી.

રાજકોટ-જામનગર હાઈવે પર પરાપીપળીયા નજીક  200 એકર વિશાળ જગ્યા પર અંદાજે 1195 કરોડના ખર્ચે એઈમ્સનું નિર્માણ થઈ રહ્યું છે. એઇમ્સનું બાંધકામ હાલ 70 થી 75 ટકા જેટલું પૂર્ણ થઈ ગયું છે.

હોસ્પિટલની વાત કરીએ તો ગ્રાઉન્ડ ફ્લોર પર ડોક્ટર્સ રૂમ, લેબોરેટરી, ક્ધસલ્ટન્ટ રૂમ હશે. પ્રથમ માળે આઇસીયું સહિતના વોર્ડ એચડિયું, ઓપરેશન થિયેટર હશે. બીજા માળ પર લેક્ચર રૂમ, વોડ્સ, સ્ટાફ લોન્જ હશે. જ્યારે ત્રીજા, ચોથા અને પાંચમાં માળમાં વિવિધ વોર્ડસ, ડોક્ટર્સ રૂમની સુવિધાઓ હશે. એઇમ્સ શરૂ થતા જ ન માત્ર રાજકોટ પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રને ઉચ્ચ કક્ષાની તબીબી સારવાર રાજકોટમાં મળી શકશે.

એઇમ્સની ગઈકાલે  જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓએ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. “ઈ-સંજીવની” સેવા અંતર્ગત કેવી રીતે દર્દીઓ તથા ડોક્ટરોને માર્ગદર્શન આપવામાં આવે તે અંગે પણ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.