Abtak Media Google News

Table of Contents

સમગ્ર દેશ-વિદેશથી 164થી વધુ ડેલીગેટ્સ રહ્યા ઉપસ્થિત

દેશથી ખ્યાતના ન્યુરોલોજીસ્ટ ડોક્ટરોએ ન્યુરો ક્ષેત્રે પોતાનો અનુભવ અને કરેલા કાર્યો રજૂ કર્યા

બે દિવસીય કોન્ફરન્સમાં નવીનતમ ટેકનોલોજી ની સાથો સાથ જટિલ સર્જરી કઈ રીતે સરળ બનાવી શકાય તે વિષય ચર્ચા વિચારણા કરાશે

ન્યુરો ક્ષેત્રે લોકોની જાગૃતતા હોવી અત્યંત જરૂરી : નજીવા ચિન્હોને પણ અવગણવા ન જોઈએ !!!

શરીરની દરેક પ્રકારની પ્રક્રિયાઓનું નિયંત્રણ કરતું તંત્ર. શરીરની આંતરિક પરિસ્થિતિનું નિયંત્રણ બે તંત્રો કરે છે જેમાં પ્રથમ ચેતાતંત્ર અને દ્વિત્ય અંત:સ્રાવી ગ્રંથિતંત્ર. ચેતાતંત્રમાં મુખ્યત્વે બે ભાગ કાર્ય કરે છે : એક સંદેશાને ગ્રહણ કરીને તેનું વહન કરનારું તંત્ર જેને બહિર્વિસ્તારી અથવા પરિવૃત્તીય ચેતાતંત્ર  કહે છે અને બીજો ભાગ સંવેદનાઓનું અર્થઘટન, સ્મરણ અને પ્રતિભાવ સર્જવાનું કાર્ય કરે છે. તે કેન્દ્રસ્થાને હોવાથી તેને કેન્દ્રીય ચેતાતંત્ર કહેવા આવે છે.

મગજમાં સંવેદનાત્મક ઉત્તેજનાના ટ્રાન્સમીટર તરીકે કાર્ય કરે છે અને મગજમાંથી તેમના અમલ માટે જવાબદાર અંગોને આદેશ આપે છે. ઓટોનોમિક નર્વસ સિસ્ટમ અસંખ્ય અવયવો અને પેશીઓના કાર્યોને વિરોધી અસરો દ્વારા નિયંત્રિત કરે છે: સહાનુભૂતિ પ્રણાલી ચિંતા દરમિયાન સક્રિય થાય છે, જ્યારે પેરાસિમ્પેથેટિક સિસ્ટમ બાકીના સમયે સક્રિય થાય છે.

વાસ્તવિકતા તો એ છે કે લોકો ઈશ્વરની આ રચનાને ગંભીરતા પૂર્વક લઈ રહ્યા નથી અને તેઓએ આનું ગંભીર પરિણામ પણ ભોગવવું પડે છે. આવનારા દિવસોમાં લોકોએ ન્યુરોને લગતી કોઈ અન્ય તકલીફનો સામનો ન કરવો પડે અને તેઓની સારવાર ખૂબ સરળ બની રહે તે માટે રાજકોટ ન્યુરોસર્જન સોસાયટી દ્વારા રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે

જેમાં દેશ-વિદેશથી 164 જેટલા ડેલિકેટ ઉપસ્થિત રહ્યા હતા અને 22 અત્યંત પ્રખ્યાત ન્યુરોસર્જન પણ ઉપસ્થિત રહ્યા હતા જે હોય આ ક્ષેત્રમાં થતા બદલાવોની સાથોસાથ તેમના દ્વારા કરવામાં આવેલા રિસર્ચ પેપર અંગે પણ ચર્ચા વિચારણા કરી હતી. એટલું જ નહીં આ સારવારને સરળ કઈ રીતે બનાવી શકાય અને જટિલતામાંથી લોકોની સર્જરી સંપૂર્ણ રીતે શક્ય અને સરળ કઈ રીતે બને તે દિશામાં હાલ પગલાંઓ કયા પ્રકારના લેવામાં આવી રહ્યા છે તે અંગે પણ વિસ્તૃત માર્ગદર્શન તબીબો દ્વારા આપવામાં આવ્યું હતું.

આ રાષ્ટ્રીય કોન્ફરન્સમાં જુનિયર ન્યુરોલોજીસ્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ પણ જણાવ્યું હતું કે લોકોમાં જે પ્રકારની જાગૃતતા હોવી જોઈએ તે હજુ સુધી જોવા મળી નથી ત્યારે વધુને વધુ લોકો આ ક્ષેત્રે સજાગ બને તે પણ એટલું જ જરૂરી છે. દાને ધ્યાને રાજકોટના વરિષ્ઠ અને જુનિયર ન્યુરોલોજીસ્ટ તબીબોય અબતક સાથે વિશેષ વાતચીત કરી હતી અને અનેકવિધ ઉપયોગી માહિતી લોકોને આપી હતી.

રાજકોટ ન્યુરોસર્જન્સ સોસાયટી દ્વારા 4 તબીબોને લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા

  1. લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડથી પ્રો.ડોજતીન વૈદ્યને સન્માનિત કરાયા
  2. ડો. મહેન્દ્ર પરીખને લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા
  3. ડો. કિરીટ શુક્લાને લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા
  4. ડો. જ્વલિત શેઠને લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા

1 1 મગજ માનવ શરીર માટેનો એક અત્યંત મહત્વપૂર્ણ અંગ છે : ડો. અંકુર પાચાણી

ન્યુરો ક્ષેત્રે છેલ્લા લાંબા સમયથી પ્રેક્ટિસ કરી રહેલા અને પીડીયુ કોલેજમાં ન્યુરો વિભાગના વડા ડોક્ટર અંકુર પાચાણીએ જણાવ્યું હતું કે માનવ શરીરમાં મગજ એક અત્યંત મહત્વપૂર્ણ અંગ છે જેની લોકોએ ગંભીરતા લેવી ખૂબ જ જરૂરી છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે, જે રીતે અન્ય અંગોની જેમ મગજ અને તમારી નવ સિસ્ટમને ઓળખવી જોઈએ તેમાં લોકો ઉણા ઉતરી રહ્યા છે. તે મગજની સાથો સાથ તા યંત્રો માં જો તકલીફ ઉદ્ભવે તો તેની સહેજ પણ ગંભીરતા લેવામાં આવતી નથી અને તે જ્યારે મોટું સ્વરૂપ લે ત્યારે જ તબીબો પાસે સારવાર અર્થે લોકો આવતા હોય છે

પરિણામે તેની સારવાર અને તેની ઓળખ કરવી ખૂબ જ જટિલ બની જતી હોય છે. વધુમાં તેઓએ જણાવ્યું કે કહેવાય છે કે પ્રિવેન્શન ઇસ બેટર ધેન ક્યોર આ પરિસ્થિતિ ત્યારે જ સંભવિત બને કે જ્યારે લોકોને નાની એવી તકલીફ થાય અને તેઓ તબીબોને સૂચિત કરી તેની યોગ્ય સારવાર કરાવે તો આ ગંભીર રોગથી બચી શકાય છે.

2 ન્યુરો ક્ષેત્રે લોકોમાં જાગૃતા લાવી ખુબજ જરૂરી : ડો. પ્રકાશ મોઢા

છેલ્લા ઘણા સમયથી ન્યુરો ક્ષેત્રે પ્રેક્ટિસ કરી રહેલા ડોક્ટર પ્રકાશ મોઢાએ જણાવ્યું હતું કે લોકોમાં હાલ ન્યુરો ને લઇ જે જાગૃતતા હોવી જોઈએ તે જોવા મળતી નથી જેના કારણે રોમાના કેસોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. વધુમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલ જે રીતે લોકો તેની રોજબરોજની જિંદગીમાં બે ધ્યાન થઈ આગળ વધી રહ્યા છે અને પ્રવાસ ખેડે છે તેનાથી ઘણા ખરા પ્રશ્નો પણ ઊભા થયા છે માટે લોકોએ સજાગ થઈને જ પ્રવાસ ખેડવો જરૂરી છે.

ડોક્ટર પ્રકાશ મોઢાએ જણાવ્યું હતું કે જે રીતે અન્ય રોગોના નિદાન કેમ્પનું આયોજન થતું હોય છે તેવી રીતે ન્યુરોમાં કરવું શક્ય નથી કારણ કે આ તકલીફ જે કોઈ વ્યક્તિને થતી હોય તો તેની ત્વરિત સારવાર કરવી જ જરૂરી છે. તેઓએ ઉમેર્યું હતું કે છેલ્લા જુજ સમયથી રાજકોટની સરકારી હોસ્પિટલોમાં ન્યુરો ક્ષેત્રે જોડાયેલા ડોક્ટરો આવી રહ્યા છે અને દર્દીઓને ઘણો ફાયદો પણ પહોંચી રહ્યો છે ત્યારે સરકારે વધુને વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર કામ કરવું જરૂરી છે જેથી રોડ અકસ્માતના કિસ્સાઓ ઓછા બને.

3 1 ન્યુરોમાં તાત્કાલિક સારવાર મળી રહે એજ જરૂરી : ડો. કાંત જોગાણી

રાજકોટ સૌરાષ્ટ્રના જાણીતા ન્યુરોલોજીસ્ટ ડોક્ટર કાન્ત જોગાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ ક્ષેત્રે દર્દીઓને ઝડપભેર સારવાર મળે એ જ જરૂરી છે. માનવ શરીરની ચેતાતંત્ર અત્યંત મહત્વપૂર્ણ ભાગ ભજવે છે ત્યારે હાલ વિશ્વમાં જે રીતે નવા ઉપચારોની સાથો સાથ ટેકનોલોજી એડવાન્સમેન્ટ થઈ રહ્યું છે તેના કારણે હવે ન્યુરો ક્ષેત્રે હતી સર્જરી ખૂબ જ સરળ બની ગઈ છે લોકોના માનસપટ ઉપર જ્યારે વાત સામે આવતી હોય કે ન્યુરો સર્જરી અત્યંત જટિલ છે તો એ પહેલાના સમયમાં હતી હાલ તો હવે કોઈ પણ અન્ય અંગનું છેદન કર્યા વગર જ ન્યુરો સર્જરી સફળતાપૂર્વક કરી શકાય છે.

વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે પહેલાંના સમયમાં આ સારવાર અત્યંત ખર્ચાળ સાબિત થતી હતી પરંતુ હવે જે રીતે ટેકનોલોજી આગળ વધી રહી છે તો સારવારમાં માત્ર ન જીવો જ વધારો થયો છે અને લોકો ને એ સારવાર પણ પોસાય છે. તેઓ ઉમેર્યું હતું કે હવે જે રીતે નવા સાધનો તબીબો દ્વારા વિકસાવવામાં આવી રહ્યા છે તેનાથી ન્યુરોને લગતી સર્જરીમાં સક્સેસ રહેશો પણ ખૂબ જ વધી ગયો છે ત્યારે આવનારા દિવસોમાં અને જે કોન્ફરન્સનું આયોજન થઈ રહ્યું છે તેનાથી ન્યુરો ક્ષેત્રે ઘણો ફાયદો જોવા મળશે અને નવા તબીબોને ઘણું શીખવા પણ મળશે.

6 ન્યુરો ક્ષેત્રે ટેકનોલોજી સાથે અનેક નવા આવિષ્કારો થઈ રહ્યા છે જે દર્દીઓ માટે અત્યંત લાબદાઇ : ડો. પુનિત ત્રિવેદી

રાજકોટના યુવા ન્યુરોલોજીસ્ટ ડોક્ટર પુનિત ત્રિવેદીએ જણાવ્યું હતું કે ન્યુરો ક્ષેત્રે ટેકનોલોજીનો જે આવિષ્કાર થયા છે તેનાથી દર્દીઓને ઘણો લાભ મળી રહ્યો છે અને આવનારા સમયમાં પણ મળતો રહેશે. તેઓએ ઉમેર્યું હતું કે હાલ સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં જે રીતે ન્યુરો ફિઝિશિયન અને ન્યુરોસર્જનની પાછળ જોવા મળી રહી છે તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે ન્યુરોનો અભ્યાસ ખૂબ જ લાંબો હોવાના કારણે અભ્યાસ કરી રહેલા તબીબો આ ક્ષેત્રમાં આવવા માટે તૈયાર થતાં નથી પરંતુ હવે સમય બદલાયો છે અને મહત્તમ તબીબો ન્યુરો ક્ષેત્રની પસંદગી કરી રહ્યા છે જેની મહત્વતા પણ ખૂબ જ વધુ છે.

વધુમાં ડોક્ટર પુનિત ત્રિવેદીએ જણાવ્યું હતું કે આ ક્ષેત્ર ખરા અર્થમાં સેવા અને અન્યને નવું જીવન આપવા માટેનું ક્ષેત્ર છે કારણ કે જે લોકોનો બ્રેન્ડેડ થયું હોય તે લોકો પરિવારની સમજૂતી સાધી અન્યને જરૂરી મુજબના અંગનું દાન પણ કરી શકે છે જેના માટે હાલ સૌરાષ્ટ્ર કચ્છમાં જાગૃતતા લાવી ખૂબ જ જરૂરી છે. તેઓએ ઉમેર્યું હતું કે રાજકોટમાં પણ હાલ એક કમિટી કાર્યરત છે જે સતત અંગદાન કરવા માટે લોકોને પ્રોતસાહિત કરી રહ્યું છે.

4 કરોડરજ્જુને લઈ જાગૃતા લોકોમાં લાવી જરૂરી : ડો. નિધિકુમાર પટેલ

ડોક્ટર નિધીકુમાર પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે લોકોમાં એક જ વાતનો ખ્યાલ છે કે ન્યુરો એટલે મગજ પરંતુ કરોડરજૂ પણ એટલું જ ઉપયોગી અને આવશ્યક છે. જો લોકો સ્પાઇનને મહત્વ નહીં આપે તો ઘણા ગંભીર પરિણામો લોકોએ વેઠવા પડશે. વધુમાં ડોક્ટર પટેલે જણાવ્યું હતું કે હાલ કરોડરજુને લઈ ઘણા પ્રશ્નો સામે આવી રહ્યા છે પરંતુ જે રીતે ટેકનોલોજીમાં બદલાવ અને સતત અધ્યતન સુવિધાઓ આવી રહી છે તેનાથી સ્પાઇનની સારવાર ખૂબ સરળ બની છે. લોકોને નોર્મલ એનેસ્થેસિયા આપીને જ લાઈવ મોનિટરિંગ દ્વારા તેમની સારવાર શક્ય બને છે.

અરે આ પ્રકારના લોકો કે જેઓને મણકામાં અથવા તો પીઠના ભાગે સહેજ પણ દર્દ રહેતું હોય તો તેની ચકાસણી તબીબ પાસે કરાવી ખૂબ જરૂરી છે. હાલ સૌરાષ્ટ્રમાં આ અંગે લોકોમાં વધુને વધુ જાગૃતતા કેળવાય એ પણ એટલું જ જરૂરી છે સામે જે સારવાર દર્દીઓને મળતી હોય છે તે પણ અત્યંત સરળ છે સહેજ પણ ખર્ચાળ નથી. તને માત્ર દર્દીઓએ આ અંગેની જાગૃતતા કેળવી લોકો એટલે કે તબીબનો સંપર્ક સાધવો જરૂરી છે.

5 2 ન્યુરો કોન્ફરસન્સ જુનિયર તબીબો માટે આશીર્વાદરૂપ સાબિત થશે : ડો. હાર્દ વસાવડા

યુવા ન્યુરોલોજિસ્ટ ડોક્ટર હાર્થ વસાવડાએ જણાવ્યું હતું કે જે ન્યૂરોકોન કોન્ફરન્સનું આયોજન થયું છે તેનાથી આ ક્ષેત્રે પ્રેક્ટિસ કરી રહેલા ન્યુરોલોજીસ્ટ તબીબો માટે અત્યંત આશીર્વાદરૂપ સાબિત થશે. એની પાછળનું મુખ્ય કારણ એ છે કે સમગ્ર ભારતભર અને વિશ્વમાંથી નામાંકિત ન્યૂરોલોજીસ્ટ ડોક્ટરો આવી રહ્યા છે જેવો આ ક્ષેત્રે પોતાનું વક્તવ્ય આપશે અને તેમના દ્વારા કરવામાં આવેલા કાર્યો અને આ ક્ષેત્રમાં નવી પદ્ધતિઓ વિશે માહિતી આપશે જેનાથી દર્દીઓને જે પ્રશ્નો ઉદ્ભવિત થતા હોય તેનું નિવારણ ત્વરિત શક્ય બનશે.

તેઓએ ન્યુરો ક્ષેત્રે પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે આ ક્ષેત્ર જેટલો ગંભીર છે એટલો જ મહત્વનો છે પરંતુ હાલ જે રીતે બદલાવ આવી રહ્યા છે તેનાથી ન્યુરો ક્ષેત્રમાં સફળતાનો દર પણ ખૂબ વધ્યો છે. અને આવનારા દિવસોમાં પણ નવી ટેકનોલોજી ના આવિષ્કાર અને નવા રિસર્ચ દ્વારા આ ક્ષેત્રમાં સફળતાનો દર હજુ પણ વધશે અને લોકોની સારવાર પણ ખૂબ જ સરળ બનશે.

7 ન્યુરોની જટિલ સર્જરી હવે ખુબજ સરળ બની ગઈ છે : ડો. કૃષ્ણકુમારજી વીરડા

યુવા તબીબ ડોક્ટર કૃષ્ણકુમારજી વિરડાએ જણાવ્યું હતું કે ન્યુરોની જટિલ સર્જરી હવે ખૂબ જ સરળ બની ગઈ છે પહેલાના સમયમાં જે સફળતાનો દર જોવા મળતો હતો તે ખૂબ જ ઓછો છે અને હવે માનવ શરીરના અંગોને વધુ કોઈ ઇજા પહોચાડ્યા વગર જ સર્જરી અત્યંત સરળ બની ગઈ છે. વધુમાં ડોક્ટર વિરડાએ જણાવ્યું હતું કે માનવ શરીરના અન્ય કોઈ અંગમાં સર્જરી કરવામાં આવે તો તેને રુજ ઝડપથી આવી જતી હોય છે.

પરંતુ અહીં ન્યુરોમાં રોજ સહેજ પણ આવતી નથી ત્યારે માત્ર ને માત્ર યોગ્ય સારવાર અને સમયસર ધ્યાન રાખવામાં આવે તો દર્દીઓને ખૂબ સરળતા રહે છે અને જટિલ રોગોથી તેઓ બચી જતા હોય છે ત્યારે હાલની જો વાત કરવામાં આવે તો ટેકનોલોજીમાં જે રીતે નવીનીકરણ આવ્યું છે અને જે અનુભવ તબીબો મેળવી રહ્યા છે તેનાથી ન્યુરોની સર્જરી ખૂબ સરળ બની ગઈ છે અને લોકોનો બચાવ પણ સરળતાથી શક્ય બન્યો છે.

8 ન્યુરોમાં સારવાર અત્યંત આધુનિક થઈ ગઈ છે : ડો. મિલન સેનજલિયા

ડોક્ટર મિલન સેંજલીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે જે બે દિવસીય રાષ્ટ્રીય ન્યુરો કોન્ફરન્સનું આયોજન થયું છે તેની પાછળનો મુખ્ય હેતુ જ એ છે કે આ ક્ષેત્રે જે નવા બદલાવો આવ્યા છે અને જે ચેલેન્જીસ જોવા મળી રહી છે તેનાથી ડોક્ટરો અવગત થાય અને જે જુનિયર તબીબો છે તે સરળતાથી આ તમામ મુદ્દાઓને ગ્રહણ કરી શક્યો અને તેની અમલવારી તેમના પ્રેક્ટિસમાં શક્ય બને. તેઓએ ઉમેર્યું હતું કે હાલ ન્યુરોમાં જે સારવાર અત્યંત આધુનિક થઈ છે

તેનાથી દર્દીઓને ઘણી સાનુકૂળતા જોવા મળી રહી છે ત્યારે વિશ્વના અન્ય દેશોમાંથી જે ન્યુરોલોજીસ્ટ આવી રહ્યા છે તેઓ પણ તેમનો અનુભવ અન્ય તબીબો સાથે શેર કરશે અને કયા પ્રકાર ના ચેલેન્જ હજુ ન્યુરો ક્ષેત્રે જોવા મળી રહ્યા છે તેની ગંભીરતાપૂર્વક ચર્ચા અને વિચારણા પણ કરશે. આ તેઓએ ઉમેર્યું હતું કે આ સેમિનાર એટલે કે કોન્ફરન્સ પૂર્ણ થતા જ જે તબીબો છે તેમના જ્ઞાનમાં અનેરો વધારો જોવા મળશે અને એક નવી ઉર્જાનો સંચાર પણ થશે.

9 વિદેશથી આવેલા તબીબોનો અનુભવ નવી ઉર્જાનો સંચાર કરશે : ડો..સચિન ભીમાણી

ન્યુરોલોજી ક્ષેત્રે છેલ્લા ઘણા પ્રેક્ટિસ કરી રહેલા ડોક્ટર સચિન ભીમાણીએ જણાવ્યું હતું કે આ કોન્ફરન્સ થી ન્યુરો ક્ષેત્રની સાથો સાથ સ્પાઇનમાં જે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે તેનો નિવેડો આવશે એટલું જ નહીં લોકોને મૂંઝવતા પ્રશ્નો અને તબીબોને મૂંઝવતા પ્રશ્નોનું પણ એક સ્થળે જ નિરાકરણ લાવવામાં આવશે. ના જણાવ્યા મુજબ તબીબી ક્ષેત્રે આવેલી અનેકવિધ ફ્રેટરનીટીમાં ન્યુરો એકમાત્ર એવી ફેકલ્ટી છે જેમાં સતત અપડેશન આવી રહ્યું છે.

સામે લોકોએ પણ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે જો સમયસર અથવા તો નજીવી તકલીફ ન્યુરોને લગતી જોવા મળે તો જે તે દર્દીએ તેમના નજીકના ન્યુરોસર્જન અથવા તો ન્યુરો ફિઝિશિયન નો સંપર્ક સાધુ જરૂરી છે જો સમયસર આ અંગે ટ્રીટમેન્ટ લેવામાં આવે તો લોકો જટિલ રોગથી પણ બચી શકે છે અને સર્જરી પણ આવતી નથી પરંતુ લોકો આ તમામ વાતની અવગણના કરતા નજરે પડે છે જેના કારણે તેઓએ ગંભીર પરિણામો ભોગવવા પડે છે. પરંતુ હાલ લોકોમાં જાગૃતતા દિન પ્રતિદિન વધી રહી છે જે સારા ચિન્હો કહી શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.