સરકારી બિલ્ડિંગો અને હોર્ડિંગ્સમાં રાજકીય જાહેરાતો પર પ્રતિબંધ!

BANNER | advertise | goverment
BANNER | advertise | goverment

ચૂંટણી પ્રચાર દરમિયાન કયાં કયાં નિયમો પાળવા તેની માર્ગદર્શિકા જાહેર કરાય: રોડ શોમાં ૧૦થી વધુ વાહનો પર બ્રેક,.

આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય ધમાસાણ મચવાનું છે તે નિશ્ચિત છે. આમ જોઈએ તો, ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવા આડે હજુ નવ મહિના કરતાં વધુ સમય બાકી છે. પરંતુ, રાજકીય ગતિવિધીઓ તેજ ગતિએ વધી રહી છે. તો બીજી તરફ, ચૂંટણી પંચે પણ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે તંત્રને આવશ્યક તૈયારીઓ કરવા માટે આદેશો કરવાનું પ્રારંભ કરી દીધો છે. પ્રથમ તબક્કામાં ગુજરાત પોલીસને ચૂંટણી પ્રચાર દરમિયાન શું-શું નિયમોનું પાલન કરાવવાનું રહેશે તેની જાણકારી આપતી માર્ગદર્શિકા જારી કરી દેવામાં આવી છે. આવનારા દિવસોમાં આ માર્ગદર્શિકાની અમલવારી માટે શું-શું આયોજનો થયા છે? તેની તૈયારીની રિવ્યૂ મિટિંગો પણ યોજવામાં આવશે.

ડીજીપી કચેરી તરફથી કેન્દ્ર ચૂંટણી પંચ, ગુજરાત ચૂંટણી પંચ અને ગૃહવિભાગનો હવાલો ટાંકીને તમામ પોલીસ કમિશનર અને રેન્જ IGP અને જિલ્લા પોલીસ વડાઓને એક પત્ર પાઠવવામાં આવ્યો છે. આ પત્રમાં જણાવાયું છે કે, ચૂંટણી પ્રચાર દરમિયાન ઉપયોગમાં લેવાના વીડિયો વાન, બાઈક, લાઉડસ્પીકર, ફ્લેગ તથા બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, સરકારી મકાનો વગેરે જગ્યાએ જાહેરાત પ્રદર્શિત કરવા તેમજ રોડ-શો યોજવા બાબતે ભારતના ચૂંટણી આયોગની સૂચનાઓનો અમલ થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવી.

રાજકીય પક્ષોના રોડ શો દરમિયાન વાહનો ઉપર નિશ્ચિત સાઈઝથી મોટા ફ્લેગ લહેરાવી નહીં શકાય. ટુ વ્હીલર ઉપર ૨ડ૧ ફૂટનો એક ફ્લેગ અને કાર-રિક્ષામાં ૩ડ૨ ફૂટના એક-એક ફ્લેગ જ રાખી શકાશે. વાહનો ઉપર મોટા સ્ટીકર્સની મંજૂરી અપાશે નહીં. રોડ શોના કોન્વોયમાં મહત્તમ ૧૦ વાહનો રાખી શકાશે. જો વધુ વાહનો જણાય તો પોલીસે દર દસ વાહને કોન્વોયના ભાગ પાડવાના રહેશે. મતલબ કે, પ્રજાજનોને પરેશાની ન થાય તે પ્રકારે કોન્વોયની સાઈઝ લઘુત્તમ રાખવાની રહેશે. રોડ શોમાં વીડિયો વાનનો ઉપયોગ કરાય તો મોટર વ્હીકલ તંત્રની અલાયદી મંજૂરી સાથે મુખ્ય ચૂંટણી અધિકારીની મંજૂરી આવશ્યક રહેશે.

કોઈપણ પક્ષ કે ઉમેદવારના મહત્તમ ત્રણ ધ્વજ જ પક્ષના કાર્યકર, ટેકેદાર કે પાર્ટી કાર્યાલય ઉપર રાખી શકાશે. જ્યાં ફ્લેગ લહેરાવાય તે જગ્યાના માલિકની મંજૂરી આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારનું દબાણ ન થાય અને સ્વૈચ્છિક રીતે જ પ્રચાર થાય તે રીતે જ પ્રચાર થઈ શકશે. જો પ્રજાને સમસ્યા સર્જાતી હોવાની ફરિયાદ આવે તો ઉમેદવારને નોટિસ આપીને ચેતવી શકાશે.

રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, એરપોર્ટ, બ્રિજ, સરકારી બિલ્ડિંગ, વીજળી કે ટેલિફોનના થાંભલા કે સ્થાનિક સ્વરાજ્યની મહેસાણા ખાતે યુવમોરચાના પ્રદેશ પ્રમુખ ઋત્વિજ પટેલના અભિવાદન સમારોહનો સરદાર પટેલ ગ્રૂપ (SPG)દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને તેના અનુસંધાન માં SPG ના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલ ઉપાધ્યક્ષ ગૌરાંગ પટેલ રાષ્ટ્રીય મંત્રી નચિકેત પટેલ ૧૦૮ પ્રમુખ અલ્કેશ પટેલ ,મહેસાણા પ્રમુખ જીગર પટેલ, મંત્રી બિપિન પટેલ અમદાવાદ પ્રમુખ જયેન્દ્ર પટેલ સહિત ૫૦ જેટલા મુખ્ય આગેવાનો અને કાર્યકરો ની ધરપકડ કરવામાં આવી હતી.