Abtak Media Google News

હાજીપીર ખાતે ‘સેવા સાધના’ ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત મકાનોનાં લોકાપર્ણ કરતા મુખ્યમંત્રી

 

ભુજ તાલુકાના   રામદેવ નગર હાજીપીર ખાતે મેક એ ચેન્જ ફાઉન્ડેશન’ લંડનના સહયોગથી અને  ’સેવા સાધના’ કચ્છની પ્રેરણાથી નવનિર્મિત 16 મકાનોના લોકાર્પણ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના હસ્તે થયા હતા. મુખ્યમંત્રીશ્રીએ લાભાર્થીઓને પ્રતીકરૂપે ગૃહપ્રવેશ કરાવીને  રામદેવનગરનું લોકાર્પણ કર્યું હતું. મૂળ કચ્છના અને હાલમાં લંડન ખાતે સ્થાયી એન.આર.આઈ પરિવારો દ્વારા આ મકાનોના નિર્માણ માટે આર્થિક સહયોગ આપવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીએ  રામદેવનગર નગર પરિસરમાં સ્થિત મંદિરમાં દર્શન કરીને વૃક્ષારોપણ પણ કર્યું હતું.  મુખ્યમંત્રીએ ખમીરવંતી ધરતી પરથી ભૂતપૂર્વ વડાપ્રધાન  અટલ બિહારી વાજપેયીજી અને રામકૃષ્ણ પરમહંસને પુણ્યતિથિ નિમિત્તે નમન કર્યા હતા. વિકાસ પુરુષ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ  મોદીને યાદ કરીને મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વિકાસ કેવો હોય અને કેવી રીતે થાય તેની પ્રતીતિ વડાપ્રધાનએ વિશ્વ અને દેશને કરાવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નાનામાં નાના માણસની ચિંતા કરી છે. વડાપ્રધાનનો એવો અભિગમ રહ્યો છે કે, કોઈપણ સરકારી યોજનાના કેન્દ્રમાં છેવાડાના માણસની હાજરી હોય.

મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, છેવાડાના નાગરિકો માટે વિકાસકાર્યો કરવામાં થોડી મુશ્કેલીઓનો આવતી હોય છે. જોકે, મેક એ ચેન્જ ફાઉન્ડેશન એ ખૂબ સારું કામ કરીને 16 પરિવારના માટે મકાનોનું નિર્માણ કરી  રામદેવનગરની સ્થાપના કરી છે. સંસ્થાની કામગીરીને બિરદાવી મુખ્યમંત્રી જણાવ્યું હતું કે, જે લોકોની પાંચ – પાંચ પેઢીએ છત નહોતી જોઈ એવા પરિવારોને આજે પોતીકા મકાન મળવા જઈ રહ્યા છે.  મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આજે દરેક ક્ષેત્રમાં સરકાર સહભાગી બની રહી છે. છેવાડાના ગામોમાં ઉત્કૃષ્ટ માળખાકીય સુવિધાઓ સરકારી યોજનાઓના મારફતે નાગરિકો સુધી પહોંચી છે. ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસના ધ્યેય સાથે સરકાર લોકસેવાના કાર્યો કરી રહી છે.

 

મેક એ ચેન્જ ફાઉન્ડેશન’ લંડનના પ્રમુખ  કિરણ પીંડોરિયા એ સેવા કરવાનો મોકો મળ્યો તે વાતની ખુશી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યવાહ   મહેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે, મેક એ ચેન્જ ફાઉન્ડેશન એ સેવાના અનેક કાર્યો સરહદી બન્ની પચ્છમ વિસ્તારમાં કર્યા છે. તેઓએ ઉમેર્યું હતું કે, છેવાડાના માનવીઓને પણ મુખ્યધારાના વિકાસથી લાભાન્વિત થાય તે માટે સરકાર અને સંસ્થાઓ સતત કામગીરી કરી રહી છે. મુખ્યમંત્રીએ  રામદેવનગર લોકાર્પણ પ્રસંગે   કરિમાબાઈ કોલી અને શ્રી ભચાયાભાઈ રમજુભાઈ કોલીને પ્રતીકરૂપે ગૃહપ્રવેશ કરાવ્યો હતો.

 

આ પ્રસંગે ભુજ સ્વામિનારાયણ મંદિરના સંત   બાલકૃષ્ણદાસજી,  કૃષ્ણદપ્રિયદાસજી,   હીરજીભાઈ મારવાડા, જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, સાંસદ   વિનોદભાઈ ચાવડા, સર્વે ધારાસભ્ય  કેશુભાઇ પટેલ,  અનિરુદ્ધભાઈ દવે,   માલતીબેન મહેશ્વરી,   વિરેન્દ્રસિંહ જાડેજા,   ત્રિકમભાઈ છાંગા,   પ્રદ્યુમનસિંહ જાડેજા, ભુજ તાલુકાના પ્રમુખ  મંજુલાબેન ભંડેરી, આગેવાનો   દેવજીભાઈ વરચંદ,  ધવલભાઈ આચાર્ય, પ્રાંત પ્રચારક  મહેશભાઈ જીવાણી, સેવા સાધના સંસ્થાના પ્રમુખ   માવજીભાઈ સોરઠીયા, દાતા દિપેશભાઈ કેરાઈ,   રામજીભાઈ દબાસિયા,   જશોદાબેન પીંડોરિયા સહિત સંસ્થાના આગેવાનો, દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.