Abtak Media Google News

રીલાયન્સ, એસ્સાર સહિતની નામાંકિત કંપનીઓના એચ આર રહ્યાં ઉપસ્તિ: કંપનીઓની હાલની રિકવાયરમેન્ટ વિશે વિર્દ્યાીઓને અપાઈ માહિતી

સમય પરિવર્તનની સો સો દરેક ક્ષેત્રોમાં પણ ખૂબ જ મોટા

પાયે પરિવર્તનો આવ્યા છે. આધુનિકરણ અને ટેકનોલોજી હરણફાળ ભરી રહી છે. ત્યારે જુદી જુદી કંપનીઓ અને ઈન્ડસ્ટ્રીઝમાં પણ પરીવર્તનો આવ્યા છે. ત્યારે ખાસ એન્જીનીયરીંગ કોલેજમાં ચાલતા અભ્યાસક્રમોમાં હવે કેવા કેવા ફેરફારોની જ‚ર છે ? તેમજ હાલની કંપનીઓમાં કેવા પ્રકારની રીકવાયરમેન્ટ છે. તેની ચર્ચા માટે રાજકોટ ગર્વમેન્ટ એન્જીનીયર કોલેજમાં ‘સીમ્પોઝીયમ-૨૦૧૭’નું આયોજન કરાયું હતું.

કાર્યક્રમમાં નામાંકિત કંપનીઓ રીલાયન્સ, એસ્સાર સહિતની જુદી જુદી કંપનીઓના એચ આર હાજર રહ્યાં હતા .સિમ્પોઝીયમમાં એન્જીનીયરનાં વિર્દ્યાીઓએ કદી

ન નિહાળ્યા હોય તેવા મોડેલ્સ અને પ્રોજેકટ રજુ કર્યા હતા. તેમજ કંપનીઓના એચ આર દ્વારા વિર્દ્યાીઓ સો કંપનીઓની રીકવાયરની ચર્ચા કરવામાં આવી હતી.

એસ.આર.ગ્રુપ જામનગરના સંજય શાહે જણાવ્યું હતું કે વિર્દ્યાીઓ દ્વારા ખૂબ જ સારા કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ એક ખૂબજ સારું પ્લેટફોર્મ છે. જેમાં કોલેજ અને ઈન્ડસ્ટ્રીઝ સો આવે છે. સીમ્પોઝીયમ દ્વારા કોલેજને કંપનીઓની શું જ‚રીયાતો છે એની પણ જાણકારી મળશે અને એ રીતે કોલેજ વિર્દ્યાીઓ માટે એ પ્રકારના અભ્યાસક્રમો ગોઠવવાી વિર્દ્યાીઓનો વિકાસ શે ઉપરાંત વિર્દ્યાીઓ પણ કંપનીઓની રીકવાયરમેન્ટને જાણશે અને અગાઉી જ એ રીતે તૈયારીઓ કરી શકશે. કાર્યક્રમમાં વિવિધ કંપનીઓએ પોતાની જ‚રીયાતો શું છે એ વીશે વિર્દ્યાીઓ સો ગહનચર્ચા કરી હતી.

દુનિયામાં પરિવર્તનો ખૂબ જ ઝડપી આવી રહ્યાં છે. ત્યારે ઈન્ડસ્ટ્રીસમાં પણ સમય જતા મોટાપાયે ઘણા ફેરફારો આવ્યા છે. ત્યારે કોલેજના કોર્પોરેટ અભ્યાસક્રમમાં આવા ફેરફારો ાય તે જ‚રી છે. ઉપરાંત કોલેજો અને ઈન્ડસ્ટ્રીસે એલાયમેન્ટ કરવું ખૂબજ જ‚રી છે.

દરેક કંપની લોકલ લોકોને નોકરી આપવાનું વિચારતી હોય છે. તેનાી ફાયદો એ ઈ રહ્યો છે કે જે ટર્ન અરાઉન્ડ છે એ ઓછું ાય છે. લોકલ પર્સન કંપની માટે વધુ ફાયદા‚પ છે. ગુજરાતની બહારના લોકો પોતાનું ઘર છોડીને આવતા હોય છે. ત્યારે એવા લોકોમાં બોલ્ડનેશ વધારે હોય છે. જયારે ગુજરાતના છોકરાઓ ોડી સંકોચ અનુભવતા હોય છે. પરંતુ હાલનો સમય ખૂબજ બદલાય ગયો છે. અત્યારે ગુજરાતના છોકરાઓ પણ બોલ્ડ બની ગયા છે.

ગર્વમેન્ટ એન્જીનીયરીંગ કોલેજ ખાતે આવેલા મનોજ મિશ્રાએ જણાવ્યું હતું કે, આજકાલ જે ઈન્ડસ્ટ્રીઝની રીકવાયરમેન્ટ અને જે સ્ટડી સીસ્ટમ છે. તેની વચ્ચે એક મોટો ગેપ છે. જે અંતર્ગત ગર્વમેન્ટ એન્જીનીયરીંગ કોલેજમાં સીમ્પોઝીયમનું આયોજન કરાયું હતું. ટેકનોલોજી ઝડપી બદલાવ રહી છે ત્યારે આવા આયોજની કંપની અને વિર્દ્યાીઓ બન્નેને ફાયદો શે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.