Abtak Media Google News

પુત્રના જન્મની ખુશીમાં મિઠાઈ લેવા જતી વેળા સર્જાયેલા અકસ્માતથી માસુમના મોતથી અરેરાટી

મવડી ૧૫૦ ફુટ રીંગ રોડ પર ઓમનગર બીઆરટીએસ બસ સ્ટોપ પાસે રાત્રીના ૧૪ વ્હીલવાળા ટ્રકે એકસેસને પાછળી ઠોકરે લેતાં એકસેસ ચાલક ગોંડલ રોડ આંબેડકરનગરના વણકર યુવાન, તેના બહેન અને સાત વર્ષની પુત્રીને ગંભીર ઇજા તાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. યુવાનના ઘરે પુત્રનો જન્મ યો હોઇ તેની ખુશાલીમાં પેંડા લેવા માટે માસુમ બાળકી ફઇ અને પિતા સો ગઇ હતી. પેંડા લઇ પરત આવતી વખતે અકસ્માત નડતાં અને બાળકીનું મોત નિપજતાં ખુશી માતમમાં પલ્ટાઇ ગઇ હતી.

જાણવા મળ્યા મુજબ એસ.ટી. વર્કશોપ પાછળ આંબેડકરનગર-૭માં રહેતાં અને મેટોડા જીઆઇડીસીમાં આર.વી. સ્ક્રેપ નામે ભંગારનો વેપાર કરતાં કિરીટભાઇ રામજીભાઇ વાઘ (ઉ.૩૦) નામના વણકર યુવાનના પત્નિ નયનાબેને ોડા દિવસ પહેલા દિકરાને જન્મ આપ્યો હોઇ તેની ખુશાલીમાં સગા-સંબંધીઓને પેંડા વહેંચવાના હોઇ જેી ગત રાત્રે કિરીટભાઇ તેના બનેવીનું એકસેસ નં. જીજે૩એફજે-૨૦૨૮ લઇ કેકેવી હોલ પાસે જયસિયારામ પેંડાવાલાને ત્યાં પેંડા લેવા ગયા હતાં.કિરીટભાઇ સો તેના બહેન શિતલબેન ગોૈતમભાઇ મકવાણા (ઉ.૨૭) અને દિકરી યુકિત વાઘ (ઉ.૭) પણ ગયા હતાં. પેડા લઇ ત્રણેય પરત ઘર તરફ આવી રહ્યા હતાં ત્યારે ઓમનગર બીઆરટીએસ બસ સ્ટોપ પાસે પાછળી ટ્રક નં. ચાલકે ઠોકર મારતાં ત્રણેય ફંગોળાઇ જતાં કિરીટભાઇને જમણા પગ, સાળ, જમણા હો, તેના બહેનને જમણા હા, છાતી, જમણા પગમાં અને દિકરી યુકિતને જમણા હા-ખભા-ડાબા હા-પડખા-ગોઠણમાં ગંભીર ઇજાઓ ઇ હતી.    અકસ્માતને પગલે લોકો ભેગા ઇ ગયા હતાં અને કોઇએ ૧૦૮ને જાણ કરતાં પાઇલોટ શૈલેન્દ્રસિંહ રાઠોડ અને ઇએમટી ચેતન પરમાર પહોંચી ગયા હતાં. તેણે ત્રણેય ઘાયલોને ખાનગી હાેસ્પિટલમાં ખસેડ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન મોડી રાત્રે યુકિતનું મોત નિપજ્યું હતું. તેણી બે ભાઇમાં મોટી હતી અને તપોવન સ્કૂલમાં ધોરણ-૨માં ભણતી હતી. ભાઇલાના જન્મની ખુશીમાં પેંડા લેવા નીકળેલી બહેનનો ભોગ લેવાઇ જતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. માલવીયાનગરના એ.એસ.આઇ. ઉમેદભાઇ પવારે કિરીટભાઇની ફરિયાદ પરી ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.