Abtak Media Google News

નિંદા થવાના ડરી અધિકારીઓ ઈન્ફાસ્ટ્રકચર ક્ષેત્રમાં ઈનોવેશન અને એકસપેરીમેન્ટનું રીસ્ક લેતા ખચકાતા હોવાનો કેન્દ્રીય મંત્રીનો સ્વીકાર

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ દેશના બ્યુરોકેટસના વલણની ઝાટકણી કાઢી છે. મીડિયા અને ન્યાયતંત્ર નિંદા કરશે તેવા ડરી બાબુઓ ઈન્ફ્રાસ્ટ્રકર ક્ષેત્રમાં ઈનોવેશન અને એકસપેરીમેન્ટ માટે નિર્ણયો ન લેતા હોવાનું ગડકરીનું કહેવું છે.

ગઈકાલે ગડકરીએ ટેકસટાઈલ ઈન્ડિયા ૨૦૧૭ને સંબોધતી વખતે કહ્યું હતું કે સરકારમાં ઘણી કમિટિ છે. સંશોધનો અને અભ્યાસ ાય છે. પરંતુ કોઈ નિર્ણયો લેવા માંગતું ની. પોતાના વ્યક્તિગત અનુભવનો ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું હતું કે, જયારે હું મુંબઈ-પુના એકસપ્રેસવેનું નિર્માણ કરી રહ્યોં હતો. ત્યારે મારે દરેક કામ માટે અધિકારીઓને લેખીતમાં આપવું પડતું હતું. હવે સમય પાકી ગયો છે કે આપણે ઝડપી નિર્ણયો લેવા જોઈએ. અનેક મુશ્કેલીઓના કારણે અધિકારીઓ રીસ્ક લેતા અચકાતા હોવાનું કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું. આ પરિસ્િિત બદલવા માટે માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા આઈઆઈટી બોમ્બેના સિવિલ એન્જીનિયરીંગ વિભાગના હેડ રવિ સિન્હાની અધ્યક્ષતામાં સમિતિ રચાઈ છે. આ સમિતિમાં સરકારી પ્રોજેકટમાં ટેન્ડરીંગ માટે નવી ટેકનોલોજીની અમલવારી માટે ખાનગી તેમજ સરકારી ક્ષેત્રના સંશોધકોનો સમાવેશ કરાયો છે. નવા સંશોધનો માટે સંશોધકો આ સમિતિનો સીધો સંપર્ક કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.