Abtak Media Google News

ભાઈઓથી ન થયું તે બહેનોએ કરી બતાવ્યું

તાજેતરમાં ચેમ્પ્યિન ભારત અને પાક.ના રોમાંચક મેચમાં ભારતની હાર થઈ હતી જેનો બદલો મહિલા વિશ્ર્વ કપમાં ભારતીય ટીમની મહિલાઓએ લીધો હોય તેમ પાક. સામે ભારતની શાનદાર જીત થઈ છે. જેમાં લેગ સ્પિનર એકતા વિષ્ટે પાંચ વિકેટે રાઉન્ડ રોબિન મેચમાં પાકિસ્તાને ૯૫ રનથી હરાવી જીતની હેટ્રીક બનાવી છે. આમ ક્રિકેટમાં જે ભાઈઓ નથી કરી શકયા તે બહેનોએ કરી બતાવી પાકને જબરી માત આપી છે.

ભારતીય ટીમના ૧૭૦ રનના સામાન્ય લક્ષ્યનો પીછો કરતા પાકિસ્તાની ટીમ એકતા (૧૮ રન પાંચ વિકેટ) ના બોલની સામે ૪૮.૧ ઓવરમાં માત્ર ૭૪ રન પર આઉટ થઈ ગઈ. ઝડપી બોલર માનસી જોશીએ બે વિકેટ જયારે ઝુલન ગોસ્વામી, હરમનષીત ર્કોર અને દિપ્તી શર્માએ એક-એક વિકેટ લીધી હતી.

પાકિસ્તાન તરફથી કેપ્ટન સના મીરે સર્વાધિક ૨૯ રન બનાવ્યા. તે ઉપરાંત, બલ્લેબાજ નાહિદા ખાન (૨૩) જ બીજા અંકમાં પહોંચી શકી. તો બીજી તરફ એકતા વષ્ટિને તેના પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાઈ.

જોકે, મેચમાં બેટીંગ કરતા ભારતની શ‚આત ખુબ જ ધીમી અને ખરાબ રહી. ટીમનો સ્કોર જયારે સાત રન હતો ત્યારે ચોથી ઓવરના ત્રીજા બોલમાં શાનદાર ફોર્મમાં ચાલી રહેલી મંધાના (૨) પેવેલીયન આઉટ થઈ ગઈ. પુનમ અને દિપ્તીએ જોકે, વિકેટ પર ધ્યાન દોર્યું પરંતુ રનો વધારી ના શકી. બંનેએ ૧૮.૫ ઓવરોમાં માત્ર ૬૭ રન જ બનાવ્યા. અર્ધશતકથી ૩ રન દુર પુનમને સંધુએ શિકાર બનાવી અને ત્યાંથી ભારતની વિકેટ પડવા લાગી.

અંતમાં સુષ્મા અને ઝુલનએ સાતમી વિકેટ માટે ૩૪ રનોની સાજેદારી કરી ટીમને જીતાડવા સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી માનશી જોશી ચાર રન અને પુનમ યાદવ ૬ રનો પર ના બાદ રહી. આમ, મહિલા વિશ્ર્વકપમાં ભારતીય મહિલા ખેલાડીઓએ પાક.ને કચડી જીત હાંસલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.