Abtak Media Google News

ગૃહ મંત્રાલયની ઉચ્ચકક્ષાની મીટીંગમાં લેવાયો નિર્ણય: કેન્દ્ર સરકારની કસ્ટોડીયન ઓફિસે કરેલા સર્વે મુજબ આવી પ્રોપર્ટીની સંખ્યા ૬૨૮૯

ભારત છોડી પાકિસ્તાન વસેલા લોકોની મિલકતો જપ્ત કરવાનો માર્ગ મોકળો સરકારે કર્યો છે. ભારતના ભાગલા-૧૯૪૮ પછી ભારતમાંથી પાકિસ્તાન જઈ વસેલા લોકોની અહીં પ્રોપર્ટીઓ હજુ છે. જેમ કે ખાસ કરીને જૂનાગઢ, ધોરાજી, પાનેલી, માણાવદર, ભાયાવદર વગેરે વિસ્તારમાંથી પાર્ટીશન વખતે ભારતમાંથી પાકિસ્તાન ગયેલા મુસ્લિમોની પ્રોપર્ટી હજુ અહીં છે. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના ફાઉન્ડર મહમદ અલી ઝીણા અને પૂર્વ પ્રધાનમંત્રી સ્વ.ઝુલફી કાર અલિ ભુટ્ટો મૂળ જૂનાગઢના વતની હતા. જેઓ ભાગલા બાદ પાકિસ્તાન ગયા.

બોલીવુડ અભિનેત્રી (સ્વ.) પરવીન બાબીનો પણ અહીં ઉલ્લેખ કરવો ઘટે કેમ કે પરવીન મુળ જૂનાગઢની હતી અને તેની પૈતૃક સ્થાવર મિલકતો જૂનાગઢમાં છે. પરવીન બાબીના મૃત્યુ બાદ આ મિલકતો અંગે વિવાદ થયો હતો. ગૃહમંત્રી રાજનાથસિંઘે લાગતા વળગતા સરકારી તંત્રને આવી મિલકતો જપ્ત કરવા મંજુરી આપી દીધી છે. તાજેતરમાં નવી દિલ્હી ખાતે ગૃહ મંત્રાલયની મળેલી મીટીંગમાં આ મામલે નિર્ણય લેવાયો હતો.

કેમ કે ગૃહમંત્રી રાજનાથના અધ્યક્ષ સ્થાને મળેલી હાઈ લેવલની મીટીંગમાં એ તય થયું હતું કે, એનીમી પ્રોપર્ટી એકટ-૨૦૧૭ની જોગવાઈ મુજબ કેન્દ્ર સરકારની કસ્ટોડીયન ઓફિસ આવી અનઆઈડેન્ટીફાઈડ પ્રોપર્ટીઝ (એનીમી પ્રોપર્ટીઝ)નો કબજો આસાનીથી લઈ શકશે. કસ્ટોડીયન ઓફિસ પહેલા તેની જાંચ કરશે અને પછી આગળ જ‚રી કાર્યવાહી કરશે.

અહીં ખાસ નોંધનીય છે કે ૧૯૬૫માં ભારત-પાક. યુદ્ધ બાદ એનીમી પ્રોપર્ટી એકટ ૧૯૬૮માં લાગુ કરાઈ હતી. ત્યારબાદ છેક ૨૦૧૭માં તેમાં એમેન્ડમેન્ટ લવાયું હતું એટલે કે સુધાર કરાયો હતો. ગૃહ મંત્રાલયની મીટીંગ દરમિયાન આવી પ્રોપર્ટી અંગેના સર્વેની માહિતી આપવામાં આવી હતી. જે મુજબ ૬૨૮૯ આવી પ્રોપર્ટીઓ છે જે ભાગલા બાદ મૂળ ભારત છોડી પાકિસ્તાન જઈ વસ્યા છે. હજુ આવી ૨૯૯૧ પ્રોપર્ટીઝ અનઆઈડેન્ટીફાઈડ છે જેનો સર્વે બાકી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.