Abtak Media Google News

ડયુટી બેનિફિટ, ફ્રિ ઓન બોર્ડ વેલ્યુ, મર્કેનડાઈઝ એકસપોર્ટ ઈન્ડિયા સ્કિમની સમય અવધિમાં વધારો થતા નિકાસકારોને મળશે લાભ

દેશની અર્થવ્યવસ્થાને મજબુત બનાવવા માટે સૌથી પ્રબળ માધ્યમ હોય તો તે એકસપોર્ટ માનવામાં આવે છે પરંતુ હાલની પરિસ્થિતિ જોતા જે ધંધા-રોજગારો બંધ થયા છે તેનાથી તેને માઠી અસરનો સામનો કરવો પડયો છે ત્યારે સરકારે નિકાસને વેગ મળી રહે તે માટેના અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે ત્યારે સરકાર મર્કનડાઈઝ એકસપોર્ટ ઈન્ડિયા સ્કિમની અવધીમાં વધારો કરી નિકાસકારોને લાભ આપવા પ્રયત્ન હાથધરી રહ્યું છે જેની સાથો સાથ ડયુટી બેનિફિટ, ફ્રિ ઓન બોર્ડ વેલ્યુ સહિતનાં લાભો આપવાથી એકસપોર્ટરોને પ્રોત્સાહિત કરાશે. સરકાર આગામી માર્ચ-૨૦૨૧ સુધીમાં નિકાસને વેગ મળી રહે તે માટે અનેકવિધ યોજનાઓ પણ અમલી બનાવવામાં કામ કરી રહ્યું છે જેથી નિકાસકારોને અંદાજે ૪૦ હજાર કરોડ રૂપિયાનો લાભ આવનારા વર્ષ સુધીમાં મળતો રહે તે દિશામાં પણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ગત માર્ચની સરખામણીમાં ભારતનો નિકાસ ૩૫ ટકા ઘટયો છે અને તે ૨૧.૪૧ બિલીયન ડોલરે પહોંચ્યો છે. નાણાકિય વર્ષ ૧૯-૨૦માં ભારતનાં નિકાસમાં ૪.૮ ટકાનો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો કે જે ૩૧૪.૩૧ બિલીયન ડોલરે પહોંચવા પામ્યો છે.

Advertisement

એમઈઆઈએસ સ્કિમ ૨૦૨૦ની ૩૧ ડિસેમ્બરે જ પૂર્ણ થતી હતી પરંતુ તેને વધારી માર્ચ-૨૦૨૧ સુધી લંબાવવામાં આવ્યું છે જેથી નિકાસકારોને આ યોજનાનો લાભ મળતો રહે. સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ નાણાકિય વર્ષ ૨૦૧૯માં નિકાસકારોને ૩૫ હજારથી ૪૦ હજાર કરોડ સુધીની રાહત આપવામાં આવી હતી અને સ્કિમનો લાભ આપવામાં આવ્યો હતો. હાલની પરિસ્થિતિ જોતા એ વાતની સ્પષ્ટતા થઈ રહી છે કે, નિકાસકારોને ફરીથી ઉભુ થવા માટે જરૂરીયાત મુજબનાં રાહત પેકેજો નિકાસમાં આપવા અનિવાર્ય બન્યા છે જે સરકાર પણ વિચારણા હેઠળ આ તમામ પગલાઓ લઈ રહ્યું છે. હાલ લોકડાઉનની સ્થિતિ વચ્ચે એમઈઆઈએસ સ્કિમ હેઠળ સરકાર અતિરેક ૨ ટકાનાં વધુ લાભો આપવાનું પણ જણાવ્યું છે. નિકાસકારો દ્વારા આ સમયગાળા દરમિયાન સરકાર સમક્ષ માંગ મુકવામાં આવી હતી કે તેઓને અતિરેક ૫ ટકાનો લાભ નિકાસમાં મળતો રહે પરંતુ હાલની પરિસ્થિતિ જોતા સરકારે તેમની માંગને નકારી કાઢી છે.

સરકારનાં જણાવ્યા મુજબ એનઈઆઈએસ સ્કિમ હેઠળ નિકાસકારોને જે લાભ મળે છે તે એકસપોર્ટ પેમેન્ટ થયા બાદ જ મળવાપાત્ર રહેશે જેમાં એમઈઆઈએસ સ્કિમ હેઠળ ફ્રિ ટ્રેડ અથવા વેર હાઉસ ઝોનમાં થતા નિકાસોને લાભ નહીં આપવામાં આવે. આ સ્કિમ હેઠળ અમેરિકા વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં તેનો વિરોધ ઉઠાવ્યો હતો જેમાં અમેરિકાનું માનવું છે કે, ભારતની એકસપોર્ટ સબસીડી પ્રોગ્રામ અમેરિકન મજુરો માટે અત્યંત કસ્ટદાયક સાબિત થયા છે. સરકાર દ્વારા જે રીતે નિકાસને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે તેનાથી દેશનું એકસપોર્ટ ઘણાખરા અંશે આવનારા સમયમાં વધશે અને તેનો લાભ મહતમ રીતે નિકાસકારોને પણ મળતો રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.