Abtak Media Google News

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં ૧પ દિવસમાં ૨૯૧૩૩ કિવન્ટલ વિવિધ ખેત પેદાશોની આવક

સૌરાષ્ટ્રના મોટાભાગના માકેટીંગ યાર્ડોમાં ચણાની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થયો છે. વીંછીયા, સુત્રાપાડા, પાટડી માર્કેટીંગ યાર્ડ ખાતે ચણાની ટેકાના ભાવે ખરીદીની શુભ શરુઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત જૂનાગઢ માકેટીંગ યાર્ડ ધમધમતું થયું છે ત્યારે અત્રેના યાર્ડમાં છેલ્લા ૧પ દિવસમાં ર૯૧૩૩ કિવન્ટલ વિવિધ ખેત પેદાશોની આવક થવા પામી છે.

સૂત્રાપાડા માકેટીંગ યાર્ડના સ્થાપક અને પૂર્વ કેબીનેટ મંત્રી જશાભાઇ બારડ, પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ અને માર્કેટીંગ યાર્ડના ડાયરેકટર શૈલેન્દ્રસિંહ રાઠોડ, પ્રતાપભાઇ પરમાર, પ્રાસલી સરપંચ નરશીભાઇ જાદવ અને ટોકન આપવામાં આવેલા ર૪ ખેડુતોએ સરકારની ગાઇડ લાઇન મુજબ સોશ્યલ ડિસ્ટન્સ જાળવી અને ખરીદીમાં ભાગ લીધો હતો.

A 4

વીછીંયામાં રૂ . ૯૭૫ના ભાવે ચણાની ટેકાના ભાવે ખરીદીના પ્રારંભમાં સામાજીક અંતર જાળવવા માર્કેટીંગ યાર્ડના આગેવાનોએ હાજરી આપી હતી. જુનાગઢ માકેટીંગ યાર્ડમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ઘંઉની આવક નોંધાય છે આ દિવસો દરમ્યાન ઘંઉ ૧૧૩૨૯ કિવન્ટલ, મગફળી ૭૧૧૪ કિવન્ટલ, ચણા ૯૦૩ કિવન્ટલ, ધાણા ૫૨૦૧ કિવન્ટલ, તુવેર ૪૪૨૭ કિવન્ટલ અને જીરૂ  ૨૦૬૨ કિવન્ટલ તથા અન્ય જણસીની પણ આવક

થઇ છે. ભાવ જોઇએ તો ઘંઉનો સરેરાશ ભાવ ૩૪૦, તુવેરના ૯૯૦, મગફળીના ૧૦૦૦, જીરૂના ૨૩૦૦ અને ચણાના પ્રતિ મણ રૂ ૧૦૪૦ જેવા ભાવ ખેડુતોને મળ્યા છે.

પાટડી માકેઁટીંગ યાડઁ ખાતેથી સરકાર માન્ય ગુજકોમાસોલ એજન્સી દ્વારા ખેડુતો પાસેથી ટેકાના ભાવ રુપિયા ૯૭૫થી ખરીદી શરુ કરાઇ છે. જેથી ખેડુતોને પણ પોતાના ઘેર પડી રહેલા ચણા માકેઁટીંગ યાડઁમા વેચાણ કરતા આવી શરુ થવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.