Abtak Media Google News

રૂા.૬૫૦૦૦ કરોડના ખર્ચે વઢવાણ બંદરને વિકસાવવા કેન્દ્રીય કેબીનેટની મંજૂરી મળી: જવાહરલાલ નહેરૂ પોર્ટ ટ્રસ્ટની ક્ષમતામાં પણ વધારો થશે

રો-રો ફેરીને પુન: સંચાલિત કરવા કેન્દ્ર સરકાર તરફ સહકાર હાથ લંબાવતી રાજ્ય સરકાર

દરિયાકાંઠાના બંદરોને વિકસાવવા માટે સરકારે સમયાંતરે પગલા લીધા છે. પરંતુ આ પગલામાં ક્યાંક સૌરાષ્ટ્રના મહત્વના બંદરોને નજર અંદાજ કરાયા હોવાનું ફલીત થઈ રહ્યું છે. તાજેતરમાં સરકારે રૂા.૬૫૦૦૦ કરોડના ખર્ચે મહારાષ્ટ્ર-ગુજરાત નજીકના વઢવાણ બંદરને વિકસીત કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય કેબીનેટમાં મંજૂરી મળી ગઈ છે. વઢવાણ બંદરને લેન્ડલોર્ડ મોડેલના ધોરણે વિકસીત કરવામાં આવશે. આ સાથે જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટના સહયોગથી સ્પેશ્યલ પર્પોઝ વ્હીકલ પણ બનાવાશે. ઈન્ફાસ્ટ્રકચરનો વિકાસ થશે. જો કે, આવી રીતે જોડીયા બંદરનો વિકાસ થઈ શકે તેવી સ્થિતિ છે. કુદરતી બંદર સમાન જોડીયાને મુંદ્રા કે કંડલા બંદરની જેમ કેમ વિકસાવાતું નથી તેવા પ્રશ્નો અવાર-નવાર ઉઠી ચૂકયા છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે વઢવાણ બંદર વિકસાવવાનો નિર્ણય લેતા હવે જોડીયા બંદર તરફ પણ આશા જાગી છે.

વર્તમાન સમયે ગુજરાતની હાલત મોસાળે જમણ અને મા પીરસનારી સમાન છે. વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના છે. માટે મોટાભાગની યોજનામાં સરળતાથી હકારાત્મક અભિગમ કેન્દ્ર તરફથી દાખવવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં જો રાજ્ય સરકાર તરફથી રો-રો ફેરી સર્વિસ સહિતના મુદ્દે રજૂઆત થશે તો કેન્દ્રનો સહયોગ સરળતાથી મળશે. વર્તમાન સમયે ઘોઘા દહેજ વચ્ચેની રો-રો ફેરી સર્વિસ ઘોંચમાં મુકાઈ છે. પાંચ વર્ષમાં ૫૦૦ કરોડ રૂપિયા જેટલો ખર્ચ પ્રોજેકટ પાછળ થઈ ચૂકયો છે. દરરોજ રૂા.૧૭ લાખનું નુકશાન થયું હોવાનો દાવો થાય છે. આવા સંજોગોમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તાજેતરમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ રો-રો ફેરી અંગે પત્ર લખ્યો હતો. તેમણે રો-રો ફેરીની મહત્વતા સમજાવી હતી. રો-રો ફેરીને ગુજરાતની બહાર પણ વિસ્તારી શકાય છે તેવી આશા વ્યકત થઈ હતી.

કેન્દ્ર સરકાર લાંબા સમયથી જળ માર્ગોને અસરકારક બનાવવાનો પ્રયાસ કરી રહી છે. જળ માર્ગના વિસ્તરણથી ઓછા ખર્ચે ઝડપથી પરિવહન થઈ શકે છે. આવી રીતે ઘોઘા દહેજ પ્રોજેકટ શરૂ કરાયો હતો. જેમાં સૌરાષ્ટ્રથી સાઉથ ગુજરાત વચ્ચેનું અંતર ૩૬૦ કિ.મી. ઘટી ગયું હતું. સમય પણ ૮ કલાક ઓછો લાગતો હતો પરંતુ કમનસીબે આ પ્રોજેકટમાં અનેક રોડા પડ્યા છે. જેથી કેન્દ્ર સરકાર સમક્ષ રાજ્ય સરકારે સહાયનો હાથ લંબાવ્યો હોવાનું જાણવા મળે છે.

જળ પરિવહનને લઈ બંદરોનું મહત્વ ખુબજ વધુ છે. સરકારે આ માટે વઢવાણ બંદર ઉપર પસંદગી કળશ ઢોળ્યો છે. ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસન સહિતના રાજ્યોને જોડતું જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ હવે વઢવાણ બંદરનો મહત્વનો હિસ્સો બનવા જઈ રહ્યું છે. વઢવાણ બંદરના વિકાસના કારણે પોર્ટ ટ્રસ્ટની ક્ષમતા વધી જશે.

7537D2F3 3

અહીં નોંધનીય છે કે, વઢવાણ બંદર કુદરતી બંદર છે. ઉંડાણના કારણે આ બંદર પર મોટા વહાણ લાંગરવા ખુબજ સરળ છે. ૧૫ મેટ્રીકથી ૧૬ મેટ્રીક ટન સુધીના વાહન સરળતાથી લાંગરી શકાય છે. આવી રીતે સૌરાષ્ટ્રનું જોડીયા બંદર પણ કુદરતી ગણવામાં આવે છે. જેથી વઢવાણની જેમ જોડીયા બંદરને વિકસાવવા તરફ પણ નજર દોડાવાય તે જરૂરી છે.

ટ્રેડ ડેફિસીટ સમસ્યાનો અંત આવશે: મંત્રી માંડવીયા

ભારત દેશ પહેલેથી જ ટ્રેડ ડેફિસિટને સમસ્યાનો સામનો કરતુ રહ્યું છે. નીચું ઘરેલું ઉત્પાદન અને વધું આયાતથી હંમેશા ટ્રેડડેફિસિટ રહી છે. મોદી સરકારે કરેલ આયોજનપૂર્વકના પ્રયત્નોથી એફડીઆઈ વધીરહી છે, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં રેન્ક સુધારી રહ્યો છે, મેઇક ઇન ઇન્ડિયા હેઠળ ઘરેલું  ઉત્પાદન વધી રહ્યું છે, ત્યારે આ બજેટમાં કરેલી વિવિધ જોગવાઈઓથી ઘરેલું ઉત્પાદન અને નિકાસ વધશે અને થોડા વર્ષોમાં ભારતની ટ્રેડડેફિસિટનો અંત આવશે.

માંડવિયાએ આગળ જણાવેલ છે કે મોદી સરકારે વર્ષ૨૦૧૪થી જ કલીન ઇકોનોમીનાં મંત્ર સાથે અર્થતંત્રનો મજબૂત પાયો નાંખવા પગલાં લીધેલ છે. જેનાં પરિણામે આજે એનપીએ ઘટી છે, લોન રીકવરી વધી છે, આર્થિક અપરાધીઓ સામે કડક પગલા ંલેવાયા છે તથા લોનની પ્રક્રિયા સરળ અને પારદર્શક બની છે. આર્થિક મોરચે સુધારાઓ આગળ ધપાવતા વ્યક્તિગત આવકવેરા દરમાં મહત્વનો ઘટાડો કર્યો છે તથા કોર્પોરેટ ટેક્ષ ૧૫% કરેલ છે જેથી લોકો પાસે વધુ નાણાં રહેશે અને ખર્ચશક્તિ વધશે જે માઈક્રો ઈકોનોમીને સુધારશે.

આ ઉપરાંત ૨૧મી સદીને અનુરૂપ માળખાગત સુવિધાઓ ઉભી થાય અને આધુનિક ભારતનું નિર્માણ શક્ય બને તે માટ ેનેશનલ હાઇવે, ગ્રામીણ સડકો, ઓપ્ટીકલ ફાઈબર ગ્રીડ, શહેરી વિકાસ, સ્વચ્છ ભારત, નળ સે જળ યોજના, શિક્ષા, આરોગ્ય ક્ષેત્રે કરવામાંઆવેલી માતબર ફાળવણીથીલોકોનાંજીવનની ગુણવત્તા સુધરશે તથાધંધા-રોજગાર કરવામા ંપણ સરળતા આવશે.

ખેડૂતો, મહિલાઓ, યુવાનો, પછાત વર્ગો, વિગેરેની પુરતી ચિંતાકરતાઆ બજેટથી દેશના તમામ નાગરીકો માટે વિકાસનીતક ઉભી કરવા સરકારેઆયોજનબદ્ધ પ્રયત્ન કરેલ છે.

ગુજરાતનાહજારોવર્ષોનાસમુદ્રી ઈતિહાસ અનેભવ્ય વારસાને જાળવવાતથા દુનિયા સામેરજૂકરવાએક વર્લ્ડ ક્લાસમેરીટાઈમહેરીટેજ મ્યુઝીયમ ગુજરાતનાલોથલ ખાતે બનેતેમાટેપ્રધાનામંત્રી નરેન્દ્રભાઈ મોદીતેમના મુખ્યમંત્રી કાળથીસક્રિય રીતે પ્રયાસોકરતાઆવ્યા છે. એક-એક ગુજરાતીની પણ આ આકાંક્ષા રહી છે.

મેરીટાઈમહેરીટેજ મ્યુઝીયમ-લોથલ માટેમારાહસ્તકના શીપીંગ મંત્રાલયદ્વારાકરવામાં આવેલ દરખાસ્તનેમંજૂર રાખતા બજેટમાંઆ અંગે જાહેરાત થયેલ છે, જેની મને ખુશી છે. આવનારા દિવસોમાં લોથલ આંતરરાષ્ટ્રીય કક્ષાનું મ્યુઝીયમ બને તે માટે કાર્ય આરંભ કરીશુંતેમ અંતમાં જણાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.