Abtak Media Google News

ગુજરાતમાં ગયા અઠવાડિયે થયેલા માવઠાથી ભારે નુકસાન પહોંચ્યુ છે. રાજ્યના ખેડૂતોનો ઉભો પાક બળીને ખાખ થઇ ગયો છે,

વળી, કેટલાય પાકો હવે આગામી સિઝનમાં આવી શકે તેમ નથી, કમોસમી વરસાદના કારણે અનેક નેતાઓ અને સંગઠનોએ સરકાર પાસે ખેડૂતોને મદદ અને સહાય કરવા અંગે રજૂઆત કરી હતી, આ પછી સરકારે સર્વેની કામગીરી શરૂ હતી. જોકે, આ બધાની વચ્ચે હવે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ અંગે મોટુ નિવેદન આપ્યુ છે. આજે ગાંધીનગરમાં ભૂપેન્દ્ર સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલે કમોસમી વરસાદ અને સર્વેની કામગીરી પર મોટુ અપડેટ આપ્યુ છે.

તમામ ધોરણે એસડીઆરએફના નિયમો બદલવાની પ્રક્રિયા હાલ ચાલુ: આપત્તિથી ખેતીને નુકસાન મુદ્દે નવ વર્ષમાં દસ હજાર 700 કરોડની સહાય ચૂકવાઈ હોવાનો કૃષિમંત્રીનો દાવો

તેમને કહ્યું કે, કમોસમી વરસાદમાં થયેલા નુકશાન અંગેનો સર્વે અત્યારે ચાલી રહ્યો છે. માવઠાના સર્વેનું કામ જલ્દી પૂર્ણ થશે અને ત્યારબાદ સરકાર દ્વારા કોઇ નિર્ણય લેવાશે. હાલમાં કેન્દ્ર સરકાર સહાયતા સુધારા અંગે કાર્ય કરી રહી છે, એસડીઆરએફના સહાયના ધોરણો નવી રીતે બદલવાની વાત ચાલી રહી છે.

કેન્દ્ર સરકાર આ માટે કામ કરી રહી છે. તમામ ધોરણે એસડીઆરએફના નિયમો બદલવાની પ્રક્રિયા હાલ ચાલુ છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નોંધપાત્ર નુકસાન ન થયું હોવાનો પણ કૃષિમંત્રી રાઘવજી પટેલે દાવો કર્યો હતો. ત્રણથી ચાર લાખ હેક્ટરમાં પવન સાથે વરસાદ થતા એટલા વિસ્તારમાં જ નુકસાન થયું છે.

રાઘવજી પટેલનો દાવો, જે પાકની વાવણી પૂર્ણ થઈ ગઈ હતી તેને નુકસાન થયું નથી.

આપત્તિથી ખેતીને નુકસાન મુદ્દે નવ વર્ષમાં દસ હજાર 700 કરોડની સહાય ચૂકવાઈ હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો.

રાઘવજી પટેલે કહ્યું હતું કે કપાસ અને દિવેલામાં મોટું નુકસાન નથી. રવિ સીઝનમાં 15થી 16 લાખ હેક્ટરમાં વાવેતર થાય છે.

જીરું, ઘઉં, ચણા, બટાકાનું વાવેતર થયું છે. 34 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ, 6 તાલુકાઓમાં 4 ઈંચથી વધુ, 14 જિલ્લામાં 34 તાલુકાઓમા 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

હાલ યુરિયા ખાતરની કોઈ અછત નહિ

કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ ઉપરાંત યૂરિયા ખાતરને લઇને પણ મોટુ નિવેદન આપ્યુ હતુ. ગીર સોમનાથ જિલ્લામાં યૂરિયા ખાતરની અછત અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ હતુ કે, રવિ સીઝનમાં વાવણી પહેલા ખાતરની માગ ખેડૂતો કરતાં હોય છે, અને આ અંગેની રજૂઆતો પણ અમારી પાસે આવી છે. ગીર સોમનાથ જિલ્લાનો આ પ્રશ્ન પણ મારા ધ્યાન પર આવ્યો છે, પરંતુ હાલમાં યૂરિયા ખાતરની કોઇ અછત નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.