Abtak Media Google News
મહારાષ્ટ્ર વિધાનસભામાં આવતીકાલે સવારે 11 કલાકે ફલોર ટેસ્ટ, સમગ્ર કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરાશે: ઉધ્ધવ સરકારે સુપ્રીમના દ્વાર ખખડાવ્યાં: સાંજે સુનાવણી

મહારાષ્ટ્રમાં છેલ્લા નવ દિવસથી ચાલતી રાજકીય કટોકટીનો આવતીકાલે અંત આવી જાય તેવા સ્પષ્ટ અણસારો મળીરહ્યા છે લઘુમતીમાં મુકાય ગયેલી મહા વિકાસ અઘાડી સરકારને બહુમતી પૂરવાર કરવા આદેશ આપવામાં આવે તેવી માંગણી ગઈકાલે પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા રાજયપાલ સમક્ષ કરવામાં આવી હતી. દરમિયાન આજે સવારે રાજયપાલ ભગતસિંહ કોશિયારીએ ઉધ્ધવઠાકરેને ચીઠ્ઠી લખી આવતીકાલે ગુરૂવારે સવારે 11 કલાકે ગૃહમાં બહુમતી સાબિત કરવા આદેશ આપ્યો છે. ફલોર ટેસ્ટની કામગીરીનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.

મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો છે. બહુમતી માટે 144 બેઠકોની આવશ્યકતા છે. મહાવિકાસ અઘશડી સરકાર પાસે હાલ માત્ર 125 ધારાસભ્યોનું સંખ્યાબળ છે. જયારે સામા પક્ષ વિરોધી છાવણીમાં 160 જેટલા ધારાસભ્યો છે જેમાં ભાજપ અને સાથી પક્ષોના 106 ધારાસભ્યો, એકનાથ શિંદે જૂથના 39 ધારાસભ્યો, 15 અપક્ષ ધારાસભ્યોનું સમર્થન પણ ભાજપ પાસે છે.

ગત 21મી જૂથના રોજ એકનાથ શિંદે સહિતના ધારાસભ્યો એ બળવો કરતા ઉધ્ધવ સરકાર લઘુમતીમાં મૂકાય ગઈ છે. હાલ શિંદે જુથ પાસે 50થી વધુ ધારાસભ્યો હોવાનું ચર્ચાય રહ્યું છે. સુપ્રીમ કોર્ટમાં પણ શિંદે જુથને મોટી રાહત મળી હતી. દરમિયાન ગઈકાલે પૂર્વ મુખ્યમંત્રી અને મહારાષ્ટ્ર ભાજપના કદાવર નેતા દેવેન્દ્ર ફડણવીસે રાજયપાલ ભગતસહિ કોશીયારી સાથે મૂલાકાત કરી હતી અને લઘુમતીમાં મૂકાયેલી ઉધ્ધવ ઠાકરેની સરકારને વિધાનસભામાં બહુમતી સાબિત કરવાનો આદેશ આપવામાં આવે તેવી માંગણી કરી હતી. દરમિયાન આજે સવારે રાજયપાલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને એક ચીઠ્ઠી લખવામાં આવી છે. જેમાં તેઓને આવતીકાલે ગુરૂવારે સવારે 11 કલાકે મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમત સાબિત કરવા આદેશ આપવામાં આવ્યો છે. ફલોર ટેસ્ટની સમગ્ર કામગીરીનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.

બીજી તરફ શિવસેનાએ સમગ્ર મામલે સર્વોચ્ચ અદાલતના દ્વાર ખખડાવવાની તૈયારી કરી દીધી છે. આજે જ તેઓ સુપ્રીમમાં જશે ઉધ્ધવ સરકારનું પતન નિશ્ર્ચિત મનાઈ રહ્યું છે. આવતીકાલે ફલોર ટેસ્ટની ગણતરીની મીનીટો પહેલા એકનાથ શિંદે પોતાની સાથે રહેલા તમામ ધારાસભ્યો સાથે મુંબઈ પરત ફરશે.

એકથાન શિંદે સહિતના ધારાસભ્યો રાત્રે અથવા કાલે મુંબઈ પરત ફરશે

મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીના બીજા દિવસે જ એકનાથ શિંદે સહિત શિવસેનાના 11 ધારાસભ્યો રાતોરાત ગુજરાતના સુરત આવી ગયા હતા. જયાંથી તેઓ એક દિવસમાં ગુવાહાટીમાં પહોચી ગયા હતા મહારાષ્ટ્રમાં છેલ્લા નવ દિવસથી ચાલી આવતી રાજકીય કટોકટીનો આવતીકાલે અંત આવી જશે. રાજયપાલ દ્વારા આવતીકાલે ઉધ્ધવ સરકારને બહુમત સાબિત કરવા આદેશ જારી કરવામા આવ્યો છે. દરમિયાન એકનાથ શિંદે સહિતના 54 ધારાસભ્યો આજે મોડી રાતે અથવા આવતીકાલે સવારે મુંબઈ પહોચશે તેઓ વિધાનસભામાં

ફલોર ટેસ્ટમાં સામેલ થશે આજે સવારે કામાખ્યા મંદિરમાં દર્શન કર્યા બાદ એકનાથ શિંદેએ જણાવ્યું હતુ કે તેઓ આવતીકાલે ફલોર ટેસ્ટમાં સાબિત થશે અને કાલે સવારે મુંબઈ પહોચશે જોકે એક વ્યુહ રચનાના ભાગરૂપે તેઓઆજે મોડી રાતે જ મુંબઈમાં પહોચી જાયતેવી સંભાવના જણાય રહી છે. કાલે બપોરે 4 વાગ્યે શિંદે જુથના ધારાસભ્યો ગુહાટીથી ગોવા આવશે અને ત્યાંથી મુંબઈ રવાના થશે.

ઉધ્ધવને રાગ: મારા વ્હાલાને… વઢીને કહેજો, માને તો મનાવી લેજો

ભગવાન શ્રી કૃષ્ણ જયારે ગોકુળ છોડી દ્વારકામાં આવે છે ત્યારે ગોકુળવાસીઓ ઓધવજીને વિનંતી કરે છષ કે વ્યાકુળ મને એવી આજીજી કરે છે કે મારા વ્હાલાને વઢીને કહેજો માને તો મનાવી લેજો. આવો જ કંઈક ઘાટ હાલ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેનો છે. સરકાર અને સંગઠનમાં થતી સતત અવગણનાથી કંટાળીઓએ એક સાચા શિવ સૈનિકને છાજે તે રિતે બળવો પોકાર્યો છે. તમામ પ્રયાસો નિષ્ફળ જતા હવે ઉધ્ધવ ઠાકરે વિનંતી પર આવી ગયા છે. તેઓએ એકનાથ સહિત શિવસેના છોડી મુંબઈ છોડી જતા રહેલા તમામ ધારાસભ્યોને

પરત આવવા લાગણીભીની અપીલ કરી રહ્યા છે બે હાથ જોડીને કહી રહ્યા છેકે પરિવારના વડા તરીકે અપીલ કરૂ છું કે સાથે બેસો સમસ્યાનો કોઈ નિવેડો લાવીશું બીજી તરફ પુત્ર આદિત્ય ઠાકરે ધમકી ભરી ભાષામાં વાતચીત કરી રહ્યા છે. હવે ઉધ્ધવના હાથમાંથી સરકાર સાથે સંગઠન પણ સરકી રહ્યું છે ત્યારે છેલ્લી ઘડીના મનામણા કોઈ પરિણામ લાવશે નહી છેલ્લા ઘણા સમયથી શિવસેના તેનો મૂળભૂત ઉદેશ સંપૂર્ણ પણે વિસરી ગઈ છે. જેના કારણે એકનાથ શિંદે સહિત 39 ધારાસભ્યોએ બળવો કર્યો છે. આવામાં ઉધ્ધવની લાગણીભીની અપીલ પણ હવે કોઈ કામ કરે તેવું લાગતુ નથી. પરિવારના વડાએ એ વાતનો ખ્યાલ હોવો જોઈએ કે કોને અન્યાય થઈ રહ્યો છે. ઉધ્ધવ ઠાકરે સત્તાના નશામાં એટલા ચકનાચૂર થઈ ગયા હતા કેકોને અન્યાય થઈ રહ્યો છે.તે વાતથી તેઓ સંપૂર્ણ પણે અજાણ રહ્યા પરિણામ સ્વરૂપ આજે શિવસેના કેન્દ્રબિંદુ માતોશ્રીથી સરકી રહ્યું છે.

શાહ-ફડણવીસ વચ્ચે મેરેથોન બેઠક મહારાષ્ટ્ર સરકારની બ્લ્યૂ પ્રીન્ટ તૈયાર

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેને બહુમત સાબિત કરવા માટે કહેવામાં આવે તેવી રાજયપાલ સમક્ષ માંગણી કરતા પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના કદાવર નેતા દેવેન્દ્ર ફડણવીસ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા આ ત્રણેય નેતાઓ વચ્ચે મેરેથોન બેઠક ચાલી હતી જેમાં કાનુની મૂદાઓ અને સરકારરચવા પર વાતચિત કરવામાં આવી હતી સુપ્રિમ કોર્ટ બળવા ખોર શિવસેનાના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગેની અરજીની સુનાવણી 11મી જુલાઈ સુધી મુલત્વી રાખી છે. બીજી તરફ ફલોર ટેસ્ટના

વિરૂધ્ધમા ઠાકરે સરકાર સર્વોચ્ચ અદાલતમાં જાય તો શું કરવું તેના અંગે પણ કાઉન્ટર સ્ટ્રેટેજી બનાવવામાં આવી છે. ભાજપ મહારાષ્ટ્રમાં શિવસેનાના બાગી ધારાસભ્યો અને અપક્ષના સહયોગથી સરકાર બનાવવા જઈ રહ્યું છે. શાહ, નડ્ડા અને ફડણવીસ વચ્ચેની બેઠકમાં સરકારની બ્લ્યુ પ્રીન્ટ તૈયાર કરી દેવામાં આવી છે.

 દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી ડે.સીએમનો તાજ એકનાથના શીરે?

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે ભાજપે પોતાની ગતિવિધીઓ તેજ બનાવી દીધી છે. ફરી એકવાર દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બને તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. દરમિયાન એકનાથશિંદેને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે. નવી સરકારની બ્લ્યુ પ્રીન્ટ તૈયાર થઈ ગઈ છે. આવતીકાલે ફલોર ટેસ્ટ દરમિયાન ઉધ્ધવ ઠાકરની સરકાર પડી ભાંગે તે ફાઈનલ મનાઈ રહ્યું છે. જેથી મહાવિકાસ અઘાડી સરકાર તુટશે કે ભાજપ શિવસેનાના બાગી ધારાસભ્યો અને અપક્ષના સહકારથી સરકાર બનાવવા માટે દાવો રજૂ કરશે. મહારાષ્ટ્રમાં નવી સરકાર

માટે જેનો સિંહ ફાળો રહેશે તે એકનાથ શિંદેને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની બેઠકો મુજબ મંત્રી મંડળમાં 43 સભ્યોનો સમાવેશ કરી શકાય છે. નવી સરકારમાં શિવસેનાના 13 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવશે જેમાં આઠને કેબીનેટ મંત્રી અને પાંચને રાજયકક્ષાના મંત્રી બનાવવામાં આવશે. અપક્ષ ધારાસભ્યોમાંથી એકથી બે ને મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.